જાણો મુસ્લિમ સમુદાયના લોકો સાથેના RSS પ્રમુખ મોહન ભાગવતના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના લોકો સાથેનો RSS પ્રમુખ મોહન ભાગવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RSS પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ સમુદાયના લોકોની મુલાકાત કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના લોકો સાથેનો RSS પ્રમુખ મોહન ભાગવતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં મોહન ભાગવતે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડૉ. ઉમેર અહમદ ઈલ્યાસીની મુલાકાત કરી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, RSS પ્રમુખ મોહન ભાગવત ની મુસ્લિમ ભાઈઓ સાથે ખાસ મુલાકાત. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RSS પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ સમુદાયના લોકોની મુલાકાત કરી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને 8 જુલાઈ, 2023 ના રોજ લિંક્ડઇન એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી પોસ્ટ મળી. આ પોસ્ટ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડો. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીની હતી. તેમાં કાર્યક્રમની ચાર તસવીરો અપલોડ કરવામાં આવી હતી. ફોટા મુક્યા હતા. એક વર્ષ પહેલા પોસ્ટ કરાયેલા ચિત્રો સાથેનું કેપ્શન, વાંચે છે: આરએસએસના વડા મોહન રાવ ભાગવત અને અન્ય મહાનુભાવોએ ગઈકાલે સાંજે મુખ્ય ઇમામ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીના પુત્ર ફૈઝાન મુનીરના દાવત વલીમા (સત્કાર સમારંભ)માં હાજરી આપી હતી. કેપ્શનમાં આ જગ્યાનું નામ વેસ્ટર્ન કોર્ટ, જનપથ નવી દિલ્હી દર્શાવવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે અમે આ તસવીરો વાયરલ વીડિયો સાથે મેચ થતી જોઈ છે. આમાં ભાગવતના કપડા, તેની પાછળનો પડદો અને નજીકમાં રાખેલ ટેબલ વાયરલ વીડિયો જેવું જ દેખાય છે.
અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, ઇલ્યાસીના પુત્ર ફૈઝાન મુનીરના રિસેપ્શનમાં હાજરી આપતા મોહન ભાગવતની તસવીરો પણ ઇલ્યાસીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. જે 9 જુલાઈ, 2023ના રોજ શેર કરી હતી.
આજ માહિતી સાથે આ તસવીરો અશ્મેદ સિંહ આશુ નામના ફેસબુક યુઝર (આર્કાઇવ) દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.
વધુ તપાસમાં અમને 1 ડિસેમ્બર, 2023 ના રોજ બારાવી ચેનલ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો વાયરલ વીડિયો મળ્યો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આરએસએસના વડા મોહન ભાગવત અને ડો. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીનો આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના લોકો સાથેનો RSS પ્રમુખ મોહન ભાગવતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં મોહન ભાગવતે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડૉ. ઉમેર અહમદ ઈલ્યાસીની મુલાકાત કરી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો મુસ્લિમ સમુદાયના લોકો સાથેના RSS પ્રમુખ મોહન ભાગવતના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: Misleading