શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉજ્જૈનનો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે નીકળેલી એક રેલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉજ્જૈન ખાતે મોહરમના દિવસે જે મસ્જિદ આગળ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના નારા લાગ્યા હતા એના બીજા દિવસે એજ મસ્જિદ આગળ નીકળેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કર્ણાટકના ગુલબર્ગા ખાતે વર્ષ 2018 માં નીકળેલી રામનવમીની શોભાયાત્રાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Heerain Masharoo નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉજ્જૈન ની મસ્જિદ પાસે મોહરમ ના જુલૂસ દરમ્યાન પાકિસ્તાન જિંદાબાદ ના નારા લાગ્યા હતા ત્યાં બીજા દિવસે…..!!! #આભાર_ઉજ્જૈન. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉજ્જૈન ખાતે મોહરમના દિવસે જે મસ્જિદ આગળ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના નારા લાગ્યા હતા એના બીજા દિવસે એજ મસ્જિદ આગળ નીકળેલી રેલીનો છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એક યુટ્યુબ યુઝર દ્વારા 25 માર્ચ, 2018 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કર્ણાટકના ગુલબર્ગા ખાતે નીકળેલી રામનવમીની શોભાયાત્રાનો છે.

ઉપરોક્ત વીડિયોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં થતી નારેબાજી સાંભળવા મળી નહતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયોના ઓરિજીનલ અવાજ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.

આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે પોલીસની વાન દેખાઈ રહી છે તેના પર ‘KARNATAK STATE RESERVE POLICE’ એવું લખેલું સ્પષ્ટ જોઈ શકાય છે.

image5.png

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયોનો એક લાંબો વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જેમાં તમે આસપાસની દુકાનો પણ જોઈ શકો છો.

ઉપરોક્ત વીડિયોમાં નસીબ કાફે નામની એક દુકાન તમે જોઈ શકો છો. આ કાફે વિશે સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ દુકાન ગુલબર્ગાના કાદરી ચોકમાં આવેલી છે. જ્યારે અમે આ કાફેની આસપાસમાં આવેલી મસ્જિદ વિશે શોધવાની કોશિશ કરી ત્યારે અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા મસ્જિદ જેવી જ એક મસ્જિદ પ્રાપ્ત થઈ હતી. જેનું નામ બરગા-એ-કાદરી ચમન છે.

image3.png

Maps

આ મસ્જિદના ફોટો તેની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મસ્જિદ અને વેબસાઈટ પરના ફોટોમાં દેખાતી મસ્જિદ વચ્ચેની સમાનતા જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કર્ણાટકના ગુલબર્ગાની બરગા-એ-કાદરી ચમન મસ્જિદનો છે.

Copy of Copy of Copy of Copy of Copy of Copy of Copy of Copy of Horizontal Image Comparison.png

હવે વધુમાં એ પણ જાણવું જરૂરી હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં પાકિસ્તાન વિરોધી જે નારેબાજી સંભળાઈ રહી છે એ ક્યાંની છે તો એની વધુ તપાસ કરતાં અમને LIMRA TIMES દ્વારા 4 ઓક્ટોમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પાકિસ્તાન વિરોધી નારેબાજી સાંભળવા મળી હતી. આજ નારેબાજીને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એડિટ કરીને મૂકવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કર્ણાટકના ગુલબર્ગા ખાતે વર્ષ 2018 માં નીકળેલી રામનવમીની શોભાયાત્રાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉજ્જૈનનો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False