ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

રાજકીય પક્ષો અને રાજકારણીઓ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે ઘણા વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ભૂતકાળમાં આવા ઘણા દાવાઓ, વિડિયો અને ફોટોની સત્યતા તપાસી છે. હાલમાં આવો જ એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તે વિડિયોમાં તમે કેટલાક પુરૂષો અને એક મહિલાને ધ્વજની પૂજા કરતા જોઈ શકો છો, પછી થોડા સમય પછી તે મહિલા અને વિડિયોમાં દેખાતા અન્ય પુરૂષોએ એક માણસને ચપ્પલથી મારવાનું શરૂ કર્યું. વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આંધ્રપ્રદેશના કરીમનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં મુખ્ય અતિથિની છેડતી કરવા બદલ તેને માર મારવામાં આવ્યો હતો.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

H G Kacha Bjp નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આંધ્રપ્રદેશના કરીમનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં મુખ્ય અતિથિની છેડતી કરવા બદલ તેને માર મારવામાં આવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી ન્યુઝનો 15 ઓગસ્ટ 2014નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયોને શેર કરવામાં આવ્યો હતો અને શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “હૈદરાબાદ: વાયએસઆર કોંગ્રેસની મહિલા નેતાએ જિલ્લા પ્રમુખને માર માર્યો,” તેમજ વધુ માહિતી આપવામાં આવી હતી કે, “સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આમંત્રિત ન કરવામાં આવવાથી નારાજ, વાયએસઆર કોંગ્રેસ મહિલા નેતા સુશીલાએ વાયએસઆર કોંગ્રેસના નેતા એસ. ભાસ્કર રેડ્ડી સાથે ગેરવર્તન કર્યું. બાદમાં તેલંગણાના કરીમનગર જિલ્લામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સુશીલાએ રેડ્ડીને માર માર્યો હતો.” 

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 15 ઓગસ્ટ 2014 ના રોજ એનડીટીવી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં વાયરલ થયેલા વિડિયોમાં પ્રકાશિત થયેલા દ્રશ્યની કેટલીક તસવીરો જોઈ શકાય છે. આ લેખમાં આપેલી માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના નેતા જગન રેડ્ડીના વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના બે નેતાઓ સાથે તેલંગાણાના કરીમનગર જિલ્લામાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન સમારોહ બાદ અથડામણ થઈ હતી. વિડિયોમાં પાર્ટીની મહિલા જૂથ નેતા સુશીલા જિલ્લાના પ્રમુખ ભાસ્કર રેડ્ડીને ચપ્પલથી મારતા જોવા મળે છે. ભાસ્કર રેડ્ડીને પાર્ટીની ઘટનાઓ વિશે માહિતી ન આપવા અને તેમને જિલ્લા મહિલા પાંખના વડા પદથી વંચિત રાખવા બદલ પાર્ટીના નેતા સુશીલા કથિત રીતે નારાજ હતા. અને તેથી તેમની વચ્ચે ઝઘડો થયો. લેખ અનુસાર, વાયએસઆર કોંગ્રેસના સૂત્રોએ આ ઘટનાને “આંતર-પક્ષની દુશ્મનાવટનો નાનો કેસ” ગણાવ્યો હતો.

NDTV | ARCHIVE

વાયએસઆર કોંગ્રેસની સ્થાપના 12 માર્ચ 2011માં વાયએસ જગનમોહન રેડ્ડી દ્વારા કરવામાં આવી હતી. જે તેલંગણામાં કાર્યરત છે. 

તેમજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885માં દાદાભાઈ નરોરજી સહિતના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. 

આમ, ઉપરોક્ત માહિતી પરથી સ્પષ્ટ છે કે, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને વાયએસઆર કોંગ્રેસ બંને અલગ-અલગ રાજનૈતિક પાર્ટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો સાથેની માહિતી તદ્દન ખોટી છે, વિડિયોમાં જોવા મળતા લોકો વાયએસઆર કોંગ્રેસના નેતા છે. પાર્ટીના અંદરો-અંદરના ડખ્ખાના કારણે ઘટના બની હતી.

Avatar

Title:ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: False