તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિમલા મરચામાંથી નીકળી રહેલા એક કૃમિ જેવા જીવનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સિમલા મરચામાં દુનિયાનો સૌથી પાતળો અને ઝેરી સાપ જોવા મળ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વના સૌથી પાતળા અને સૌથી ઝેરી સાપનો નહીં પરંતુ એક ‘હોર્સહેયર’ નામના કૃમિનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

Patel Kano નામના ફેસબુક યુઝર દ્વારા 26 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખૂબ જ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સમસ્યા. તે વિશ્વનો સૌથી નાનો ઝેરી સાપ હોવાનું કહેવાય છે અને તે મોટાભાગે લીલા મરચાની અંદર જોવા મળે છે. કૃપા કરીને ઉપયોગ શરૂ કરતા પહેલા હંમેશા તમારા લીલા મરચાને કાપી લો, પછી ભલે તે પીસવા માટે હોય કારણ કે સલાડ માટે ઉપયોગમાં લેવાતી વખતે પણ તે ઝેરી હોય છે. આપણે પરિસ્થિતિનો શિકાર ન બનવું જોઈએ. હું તમને મિત્રો અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કરું છું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સિમલા મરચામાં દુનિયાનો સૌથી પાતળો અને ઝેરી સાપ જોવા મળ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગુગલનો સહારો લઈ Worlds thinnest snake લખીને સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ‘બાર્બાડોઝ થ્રેડસ્નેક’ એ દુનિયાનો સૌથી નાનો સાપ છે. પરંતુ આ સાપ પોસ્ટના વીડિયોમાં દેખાતા સાપથી બિલકુલ અલગ જ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત અમને યુટ્યુબ પર પણ આ સાપ વિશે માહિતી આપતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં આ સાપ વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને આગળ વધારતાં અમે ગુગલ પર ‘Horsehair Worm’ કીવર્ડથી સર્ચ કરતાં અમને એક જ જેવા પરિણામવાળી બે વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. આ વેબસાઈટ પર જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફોટો પોસ્ટના વીડિયોમાં દેખાતા સાપ સાથે હૂબહૂ મળતો આવે છે. જેને ‘હોર્સહેયર વર્મ’ કહેવામાં આવ્યો છે.

Archive

PennlivePost | ArchivedLink

અમારી વધુ તપાસમાં અમને યુટ્યુબ પર પણ એક વીડિયો મળ્યો. જેમાં આ કીડો દર્શાવવામાં આવ્યો છે. આ કીડો પોસ્ટમાં દેખાતા કીડા સાથે હુબહુ મળતો આવે છે. આ વીડિયોમાં આ કીડાને ‘હોર્સહેયર વર્મ’ નામ આપવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારા સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે અમે ‘Indian Institute of Science-Center Ecologocal Sciences’ ના પ્રોફેસર વીના ટંડન સાથે પોસ્ટના વીડિયો અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “ઉપરોક્ત વીડિયોમાં જે દેખાય છે તે એક ‘કૃમિ’ છે. જેને ‘હોર્સહેયર વર્મ’ , ‘ગોરડિઅસ’ અથવા ‘નેમોટોમોરફા’ ના નામે ઓળખવામાં આવે છે. આ કૃમિ માટી, પાણી અને ફૂલછોડમાં રહે છે અને જીવજંતુઓ માટે હાનિકારક પણ નથી. વીડિયોમાં સિમલા મરચામાંથી નીકળેલો કોઈ કીડો કે સાપ નહીં પણ એક પ્રકારનો કૃમિ છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વિશ્વના સૌથી પાતળા અને સૌથી ઝેરી સાપનો નહીં પરંતુ એક હોર્સહેયર નામના કૃમિનો છે. આ વીડિયો ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે મૂકવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર સિમલા મરચામાં વિશ્વનો સૌથી પાતળો અને ઝેરી સાપ મળી આવ્યો...? જાણો શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False