શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

રાજકીય I Political
Ramesh Bhadani નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બ્રેકિંગ ન્યુઝ.. હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિને લીંબડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. ભાજપના નેતા જીતુ વાઘાણીએ પાંચ લાખ રૂપિયા આપીને આ કૃત્ય કરાવ્યું હોવાનો થયો ખુલાસો. *આરોપીએ લીંબડી પોલીસ સ્ટેશમાં કરી કબૂલાત. આ પોસ્ટને લગભગ 371 જેટલા લોકોએ લાઈક કરી હતી. 129 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 1000થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
આ ઉપરાંત ફેસબુક પર Brijesh Patel નામના એક બીજા યુઝર દ્વારા પણ આ ઘટનાને લઈને કોંગ્રેસ પર આરોપ કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેમાં લખ્યું હતું કે, કોંગ્રેસ એટલી હદ સુધા નાલાયક છે કે સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસે જ પોતાના માણસ દ્વારા હાર્દિક પર હુમલો કરાવ્યો છે. આ પોસ્ટને લગભગ 913 જેટલા લોકોએ લાઈક કરી હતી. 139 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 3000થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. હવે ફેસબુક પર કેટલાક લોકો દ્વારા ભાજપ અને કોંગ્રેસ પર આરોપ મૂકતી  પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હતું. પરિણામે અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને હાર્દિકને તમાચો સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે એક જાહેર સભામાં એક શખ્સ દ્વારા તમાચો મારવામાં આવ્યો એ અંગે ઘણી બધી ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

ChitralekhaZee 24 KalakABP Asmita
ArchiveArchiveArchive

ઉપરની અમારી તપાસમાં અમને ક્યાંય પણ હાર્દિક પટેલે પોતે જ પોતાના પર હુમલો કરાવ્યો હોવાનું જાણવા મળ્યું ન હતું. ત્યાર બાદ અમે વધુ તપાસ કરતાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સ દ્વારા મીડિયા સમક્ષ આપેલું નિવેદન પ્રાપ્ત થયું હતું. આ નિવેદનમાં પણ તે શખ્સ ક્યાંય એવું નથી બોલ્યો કે, હાર્દિકે તેને હુમલો કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિ જેનું નામ તરૂણ ગજ્જર છે અને તે કડીના બજુના ગામનો રહેવાસી છે. જ્યારે અનામત આંદોલન થયું એ વખતે તેની પત્ની પ્રેગ્નેટ હતી તે વખતે તેમજ બીજી વાર તેનો બાબો બીમાર હતો ત્યારે કલોલ હોસ્પિટલ લઈ જવા માટે હેરાન પરેશન થયો હોવાથી અને 14 પાટીદારોને હાર્દિક પટેલ ભરખી ગયો હોવાનું કહીને તેનો બદલો લેવા માટે આ કામ કર્યું હોવાનું કબૂલ કરે છે. જે તમે નીચેની લિંકમાં જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ ઉપરોક્ત પોસ્ટમાં દેખાતો રાહુલ ગાંધી સાથેનો વ્યક્તિ કોણ છે? તે જાણવા માટે અમે યાન્ડેક્ષ બ્રાઉઝરમાં આ ફોટોને સર્ચ કર્યો તો અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું કે, રાહુલ ગાંધીની બાજુમાં દેખાતા વ્યક્તિનું નામ અનુગ્રહ નારાયણસિંહ છે અને તે પોતે ઉત્તર અલ્હાબાદમાં ચાર વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. ઉપરાંત તેમના ફેસબુક પેજ પર પણ તમે તેમના ફોટો જોઈ શકો છો.

Facebook | Archive

વધુ તપાસ માટે અમે લીંબડી પોલીસ સ્ટેશનમાં પણ વાત કરી હતી તો ત્યાંથી ફરજ પરના અધિકારી દ્વારા અમને એવી માહિતી મળી હતી કે લીંબડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો નથી. આ વાત તદ્દન ખોટી છે.

હવે નીચે દર્શાવેલા ફોટોમાં તમે અનુગ્રહ નારાયણસિંહ અને તરૂણ ગજ્જરને જોઈ શકો છો.

આ અંગેની વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી કલમ 154 તેમજ આઈપીસી એક્ટ હેઠળ 323, 143 અને 147 કલમો સાથે 19 એપ્રિલના રોજ હાર્દિક પર હુમલો કરનાર તરૂણ મનુભાઈ ગજ્જર (સુથાર) દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેણે સ્પષ્ટ જણાવ્યું છે કે, તે છેલ્લા સાડા ત્રણ વર્ષથી હાર્દિક પર ગુસ્સે છે કારણ કે, તેણે પાટીદાર અનામત આંદોલ ચલાવીને આખા ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. તે સમયે મારી પત્ની ગર્ભવતી હતી અને આ આંદોલનને કારણે જ હુ મારી પત્નીને સમયસર હોસ્પિટલ પહોંચાડી શક્યો મ હતો. તેમજ આ આંદોલનમાં 14 નિર્દોષ પાટીદારો માર્યા ગયા હતા અને મારા કેટલાય પાટીદાર મિત્રો ખોટા કેસમાં ફસાઈ ગયા હતા. તે પોતે ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથ્ સંકળાયેલો છે. આમ આ ફરિયાદમાં પણ ક્યાંય ભાજપ કે કોંગ્રેસ દ્વારા આ હુમલો કરાવાયો હોવાનું સાબિત થતું નથી. તરૂણ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગેની તમામ માહિતી તમે વઢવાણ પોલીસ સ્ટેશનમાં જોઈ શકો છો.

આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર કરવામાં આવતા આરોપ અંગે પણ અમે અમારી તપાસ ચાલુ રાખી તો અમને ANI દ્વારા 19 એપ્રિલના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ મળી. જેમાં એવું લખ્યું હતું કે, સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બાઘેડિયા દ્વારા એવું જણાવવાનું આવ્યું છે કે, હાર્દિક પટેલને તમાચો મારનાર વ્યક્તિ તરૂણ ગજ્જર કોઈ પણ પાર્ટી સાથે સંબંધ ધરાવતો નથી તેમજ તે એક આમ નાગરિક છે અને આ અંગે કાયદો કાયદાનું કામ કરે છે.

Archive

આ ઉપરાંત હાર્દિકને તમાચો મારવાના બનાવ બાદ ભાજપ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તરૂણ ગજ્જરને ભાજપ પક્ષ સાથે કોઈ સંબંધ નથી અને કોંગ્રેસ ખોટા આરોપ મૂકવાનું બંધ કરે. આ અંગેની સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

https://zeenews.india.com/gujarati/videos/bjp-press-conference-about-hardik-patels-slap-43838

Archive

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં ભાજપ અને કોંગ્રેસ પર કરવામાં આવતા આરોપ તદ્દન ખોટા છે. હાર્દિક પટેલે રૂપિયા આપીને પોતાના પર જાતે જ હુમલો કરાવ્યો છે તેમજ લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી કબૂલાત. એ દાવો પણ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપ દ્વારા હાર્દિક પટેલ પર કરાવાયો હતો હુમલો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False