શું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎‎‎Organic Farming‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાને જાણી જોઈ ને તીડ ભારત માં છોડ્યા જુઓ આ વિડિઓ👎👎👎. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં જાણી જોઈને તીડ છોડવામાં આવ્યા તેનો છે. આ પોસ્ટને 10 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 280 લોકોએ આ વીડિયો જોયો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં છોડવામાં આવેલા તીડનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને Burmese Muslim Guidance દ્વારા 10 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ વીડિયોમાં જે તીડ દેખાઈ રહ્યા છે. તે સાઉદી અરબમાં થઈ રહેલા તીડના વેપારનો છે. તેમજ વીડિયોમાં બોલાતી ભાષા પણ અરબી છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

અમને અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ આ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થાઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. v4Videos | Archive | Iftikhar Ahmed | Archive

વધુમાં અમને અન્ય સમાચારોમાં પણ એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, સાઉદી અરેબિયામાં તીડ એ ત્યાંના લોકોને મનપસંદ ખોરાક છે. જેને પરિણામે ત્યાં તીડના વેચાણ માટે બજાર ભરાય છે. અમે પોસ્ટના વીડિયોમાં દેખાતા તીડના વેપારના પેકિંગ અને સમાચારમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી તીડના વેપારના પેકિંગની સરખામણી કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ પેકિંગ એક જ પ્રકારના છે. આ પેકિંગ બેગની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

આ સમાચાર તમે અહીં જોઈ શકો છો. saudigazette.com.sa | Archive | emirates247.com | Archive

અમારી વધુ તપાસમાં અમને Kuwait News Any Times ના ફેસબુક એકાઉન્ટ પર પણ સાઉદી અરબમાં તીડનું વેચાણ શીર્ષક સાથે આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં છોડવામાં આવેલા તીડનો નહીં પરંતુ સાઉદી અરબમાં થતા તીડના વેપારનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં છોડવામાં આવેલા તીડનો નહીં પરંતુ સાઉદી અરબમાં થતા તીડના વેપારનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False