શું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Tapariya Ashwinsinh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક તસ્વીર અર્ધમૃત કિશાન પર દંડા ચલાવતી ઉન્નાવ પોલીસ બીજી તસ્વીર ઉત્તર પ્રદેશ ના રીક્ષા ચાલકો ના વાહન પર દંડા ચલાવતી પોલીસ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “આ પોસ્ટમાં બે વિડિયો શેર કરવામાં આવ્યા હતા. જેમાં એક વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, જ્યા સુધી એક યુવાન અર્ધમૃત ન થઈ ગયો ત્યા સુંધી તેના પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. જ્યારે બીજા વિડિયો ઉત્તરપ્રદેશનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “पुलिस ने उन्नाव के किसानों पर किया लाठी चार्ज” લખતા અમને ઘણા પરિમામો પ્રાપ્ત થયા હતા. 16 નવેમ્બર 2019ના ઉત્તર પ્રદેશના લખનઉથી 40 કિલોમીટર દૂર ‘Trans-Ganga City” નામની એક સેટેલાઈટ ટાઉનશીપ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી. આ પરિયોજનાના વિરોધમાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોનો મત મુજબ જે જમીન પર આ પરિયોજનાનું આયોજન કરવામાં આવ્યુ છે. તે જબરદસ્તી ઝડપી લેવામાં આવી છે. આ વિરોધ સમયે જ્યારે ખેડૂતોએ હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યુ ત્યારે પોલીસે ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. આ સમયે એક વ્યક્તિ નીચે સૂઈ ગયો હતો. જેના થોડા જ સમય પછી તે વ્યક્તિને ઉઠીને ભાગતો જોઈ શકાય છે. આમ, આ વ્યક્તિ નાટક કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે સમાચારને તમે નીચે વાંચી શકો છો. 

TOI | ARCHIVE

ઉત્તર પ્રદેશ સરકાર વિરૂધ્ધની આ ઘટનાને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રિંયકા ગાંધી વાડ્રાએ આ વિડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. બાદમાં આ વિડિયો અંગેની હક્કિત સામે આવતા તેમણે આ વિડિયોને ડિલિટ કર્યો હતો. જે સમાચારને નવભારત ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.

NAVBHARAT TIMES | ARCHIVE

તેમજ અમને Navbharattimes દ્વારા પ્રકાશિત સમાચારમાં ઉન્નાવ પોલીસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલું ટ્વિટ પણ મળ્યુ હતુ. જેમાં ઉપરોક્ત ઘટનાને જોડતો વિડિયોનો બીજો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. જે વિડિયોમાં વ્યક્તિ ઉભો થઈ અને ભાગતો દેખાઈ રહ્યો છે. 

Archive

ત્યારબાદ અમે ઉન્નાવ જિલ્લા અધિકારી દેવેન્દ્ર કુમાર પાંડેનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં જોવા મળતા વ્યક્તિનું નામ રામ સેવક છે. તે નજીકના શુક્લાગંજ નામના ગામમાં રહે છે. 16 નવેમ્બરના વિરોધમાં રામ ત્યાં જ હતો અને વિડિયોમાં જેમા દર્શાવવામાં આવ્યુ છે. તે જમીન પર સુઈ ગયો હતો અને બેશુધ્ધ હોવાનું નાટક કરી રહ્યો છે. નજીકમાંથી પસાર થઈ રહેલા પોલીસ કર્મીએ તેને લાઠીથી ઉભુ થવાનું કહ્યુ પરંતુ તે સુતો જ રહ્યો હતો.

ત્યારબાદ અમે બીજા વિડિયોનો સ્કિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને cartooq.com નામની વેબસાઈટનો આર્ટીકલ પ્રાપ્ત થયો હતો અને તેમાં આ વિડિયો અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના પશ્ચિમ બંગાળના બર્ધન શહેરના સદર બઝારની છે. જ્યાં ઈલેક્ટ્રિક થ્રી વ્હિલરને પ્રવેશવા માટેની મનાઈ હોવા છતા તેઓ ત્યાં પ્રવેશ્યા હતા.”

CARTOQ.COM | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પ્રાપ્ત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આપવામાં આવેલી બંન્ને માહિતી ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે પહેલો વિડિયો જે શેર કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિ બેશુધ્ધ હોવાનું નાટક કરી રહ્યો છે. જયારે બીજા વિડિયો ઉત્તર પ્રદેશ પોલીસનો નહિં પરંતુ પશ્રિમ બંગાળના બર્ધન શહેરનો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આપવામાં આવેલી બંન્ને માહિતી ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે પહેલો વિડિયો જે શેર કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિ બેશુધ્ધ હોવાનું નાટક કરી રહ્યો છે. જયારે બીજા વિડિયો ઉત્તર પ્રદેશ પોલીસનો નહિં પરંતુ પશ્રિમ બંગાળના બર્ધન શહેરનો છે. 

Avatar

Title:શું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False