શું ખરેખર MDHના મહાશાય ધર્મપાલજીનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

એમડીએચની મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું તાજેતરમાં નિધન થયું હતું. તે મસાલાની જાહેરાતને કારણે લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના નિધનના સમાચાર મળ્યા છે. ઘણાએ ગુલાટીનો એક વિડિયો હોસ્પિટલના પલંગ પરનો શેર કર્યો હતો. એક વ્યક્તિ તેમના માટે હિન્દી ગીતો ગાઇ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે “મહાશય ધર્મપાલજી ગુલાટીના મોત પહેલાનો આ અંતિમ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો ધર્મપાલ ગુલાટીની અંતિમ ક્ષણોની નથી. તે વર્ષ 2019નો વિડિયો છે. હાલ તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patan City – પાટણ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહાશય ધર્મપાલજી ગુલાટીના મોત પહેલાનો આ અંતિમ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

વિડિયોને સોશિયલ મિડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો. તેને ઘણી હસ્તીઓ સાથે શેર કરતાં, તેમણે દાવો કર્યો કે તે ધર્મપાલ ગુલાટીની અંતિમ ક્ષણોનો વિડયો છે.

આવા જ એક ટ્વિટનો જવાબ આપતા એક વ્યક્તિએ ટિપ્પણી કરી હતી કે લાલ ટીશર્ટમાં રહેલી વ્યક્તિ તેમના ભાઈ રાકેશ આહુજા છે.

આ માહિતીની શોધ કર્યા પછી અમને ફેસબુક પર રાકેશ આહુજાનું એકાઉન્ટ મળી ગયું. તેમણે 4 ડિસેમ્બરના આ વિડિયો શેર કર્યો હતો. 

ARCHIVE

ત્યારબાદ અમે રાકેશ આહુજાનો સંપર્ક કર્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો નવેમ્બર 2019નો છે. તે ગુલાટીની અંતિમ મિનિટનો વિડિયોનો નથી. હું મ્યુઝિક થેરેપીમાં માનું છું. ગુલાટીને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ તેમના હાથ પણ હલાવી શક્યા નહીં. મેં તેમની મુલાકાત લીધી અને તેમના પ્રિય ગીતો ગાયા. તેથી હાલ સોશિયલ મિડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ધર્મપાલ ગુલાટીની અંતિમ ક્ષણોની નથી. તે વર્ષ 2019નો વિડિયો છે. હાલ તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર MDHના મહાશાય ધર્મપાલજીનો આ અંતિમ વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context