
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડ્રોન શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ જૂનો વીડિયો છે . આ વીડિયોને રામ મંદિર કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Ayodhya Ram Mandir drone show practice 🙏🏻😍. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 23 નવેમ્બર, 2023 ના રોજ એક ટ્વિટર યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો અયોધ્યા ખાતેના દીપોત્સવનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયોમાં દેખાઈ રહેલા કેટલાક દ્રશ્યો સાથેનો વધુ એક વીડિયો 22 જૂન, 2023 ના રોજ એક યુટ્યુબ પર જોવા મળ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદનો સૌપ્રથમ ડ્રોન શો.
વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આવો જ એક ડ્રોન શો ઉત્તરપ્રદેશમાં લખનઉ ખાતે ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ દરમિયાન યોજાયો હતો જે તમે નીચે જોઈ શકો છો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ આજ વીડિયો 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ જૂનો વીડિયો છે . આ વીડિયોને રામ મંદિર કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં પ્રેક્ટિસના નામે વાયરલ થઈઆ રહેલા ડ્રોન શોના વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
