શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે...? જાણો શું છે સત્ય…
ભારતીય કિસાન સંઘ - તાલાલા નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા..... આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા ખેતીક્ષેત્રે યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે. આ પોસ્ટને 3 લોકોએ લાઈક કરી હતી. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સરકાર દ્વારા ખેતીક્ષેત્રે યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને hindi.news18.com દ્વારા 13 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં 5 નવા યુરિયા ખાતરના ફ્લાન્ટ શરૂ કરશે. જેનું ઉત્પાદન ઓક્ટોમ્બર 2020 માં શરૂ થશે. જેને પરિણામે ભારતે યુરિયા ખાતર માટે ચીન પર આધાર રાખવો નહીં પડે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને business-standard.com દ્વારા 2 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દેશમાં યુરિયાના ઉત્પાદનના વધારા માટે કેન્દ્ર સરકાર યુરિયા ખાતરના બંધ પડેલા 5 પ્લાન્ટને 37,971 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર યુરિયા ખાતર માટે બીજા દેશો પર રાખવો પડતો આધાર બંધ કરવા માંગે છે.
અમારી વધુ તપાસમાં અમને ભારત સરકરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ PIB Fact Check દ્વારા 12 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સરકાર દ્વારા યુરિયા ખાતર બંધ કરાવની માહિતી સાથેના સમાચારપત્રમાં છપાયેલા દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે. તેમજ સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નતી એવું જણાવવામાં આવ્યું છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા ખેતીક્ષેત્રે યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવાની માહિતી તદ્દન ખોટી છે. તેમજ સરકાર દ્વારા આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો એવું જણાવવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા ખેતીક્ષેત્રે યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવાની માહિતી તદ્દન ખોટી છે. તેમજ સરકાર દ્વારા આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો એવું જણાવવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False