ડિજિટલ આતશબાજીનો વીડિયો ટોક્યો ઓલમ્પિકના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False Sports

Maria નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વર્ષે ઓલિમ્પિક રમતોના ઉદઘાટન સમારોહ માટે ટોકિયો દ્વારા ફટાકડા તૈયાર કરાયા હતા. કોરોના રોગચાળાને કારણે ઓલિમ્પિક શક્ય નથી, પરંતુ આ ફટાકડા 2021 સુધી સંગ્રહિત કરી શકાય એમ નથી, તેથી આ સમયે ઓલિમ્પિક ફટાકડાનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. કૃપા કરીને સુંદર માઉન્ટ ફુજી હેઠળ ઓલિમ્પિક ફટાકડાની મજા લો. ફૂલ વૉલ્યુમ રાખવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ટોક્યો ખાતે 2020 ના ઓલમ્પિકનો છે જે ઓલમ્પિક શક્ય ન હોવાથી ફટાકડાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટને 78 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 18 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.29-18_20_55.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ટોક્યો ખાતે 2020 ના ઓલમ્પિકનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 1 ડિસેમ્બર, 2015 ના રોજ hiramu55bocaboca નામની યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, FWsim Mount Fuji Synchronized Fireworks Show2 એટલે કે આ વીડિયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, ‘Fwsim‘ એક વેબસાઇટ છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની પસંદગીના ફટાકડાની વીડિયો બનાવી શકે છે. આ રીતે બનાવેલા તમામ વીડિયો તમે અહીં જોઈ શકો છો.

screenshot-www.fwsim.com-2020.08.29-19_59_16.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે જેને 2020 ના ટોક્યો ઓલમ્પિક સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે જેને 2020 ના ટોક્યો ઓલમ્પિક સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ડિજિટલ આતશબાજીનો વીડિયો ટોક્યો ઓલમ્પિકના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False