શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો છે...? જાણો શું છે સત્ય…
Mahendra Chandan Bhamasha નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થયો છે જાણવા મળ્યું છે કે ૧૫ થી ૨૦ મરી ગયા ને ધણા બધા નાના-મોટા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અક્સમાતનો છે. જેમાં 15 થી 20 લોકોના મોત થયા છે. આ પોસ્ટને 2 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિ દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને News 18 Gujarati દ્વારા 2 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા દ્રશ્યો તમે જોઈ શકો છો. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તાપી જિલ્લાના સોનગઠના પોખરણ નજીક નેશનલ હાઈવે 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આજ માહિતી સાથેના સમાચાર અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. VTV Gujarati | TNA Live News Gujarati | Spark Today News
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો માર્ચ 2020 માં તાપી જિલ્લાના પોખરણ નજીક થયેલા ટ્રિપલ અકસ્માતનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો માર્ચ 2020 માં તાપી જિલ્લાના પોખરણ નજીક થયેલા ટ્રિપલ અકસ્માતનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False