શું ખરેખર પશ્રિમ બંગાળના કોલકતાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન હિંદુઓ. આ મુસ્લિમ રેલી પાકિસ્તાન માં નથી, કલકત્તા ભારત માં છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શએર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે પશ્રિમ બંગાળના કોલકતાનો છે.” 

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ કોલકાતા શહેરમાં આવી કોઈ ઘટના બની છે કે કેમ તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને કોલકાતા પોલીસનું એક ટ્વિટ મળ્યું. તેમણે કહ્યું કે વાયરલ વીડિયો કોલકાતાનો નથી. “બાંગ્લાદેશમાં કૂચનો વિડિયો કોલકાતા તરીકે ફેલાવવામાં આવી રહ્યો છે. ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.” તેવું પણ પોલીસે જણાવ્યું હતું.

ARCHIVE

બાંગ્લાદેશનો આ વિડિયો હોવાનું જાણ્યા બાદ અમે આ અંગે શોધ કરતા અમને એક વિડિયો મળ્યો જે વર્ષ 2017માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું હતુ કે, બાંગ્લાદેશમાં મ્યાનમાર દૂતાવાસને ઘેરો. આ તે જ વીડિયો છે જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. તમે તેને નીચે જોઈ શકો છો.

વિડિયોને નજીકથી જોવામાં આવ્યો તો જાણવા મળ્યુ હતુ કે, પોલીસનો ગણવેશ કોલકાતા પોલીસનો નથી. તે બાંગ્લાદેશમાં પોલીસનો છે. વિરોધીઓના હાથમાં આવેલા બેનર પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે વિરોધ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થતા અત્યાચાર સામેનો હતો. મિડિયા રિપોર્ટ અનુસાર, 13 સપ્ટેમ્બર, 2017 ના રોજ ઢાકામાં મ્યાનમાર દૂતાવાસની સામે એક સમૂહ વિરોધ યોજાયો હતો. આ કોલ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ બાંગ્લાદેશ નામના રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પશ્રિમ બંગાળના કોલકતાનો નહિં પરંતુ બાંગ્લાદેશના ઢાકા શહેરનો વર્ષ 2017નો છે.

Avatar

Title:શું ખરેખર પશ્રિમ બંગાળના કોલકતાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False