સાઉદી અરબના નામે વાયરલ થઈ રહેલા 8000 વર્ષ જૂના શિવ મંદિરના વીડિયોનું જાણો શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જૂના મંદિરના અવશેષોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉદી અરબમાં 8000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે પથ્થર દેખાઈ રહ્યો છે એ ઈજિપ્તના રાજા દ્વારા બનાવવામાં આવેલા મંદિરના અવશેષોમાંનો એક છે. આ વીડિયોને સાઉદી અરબ કે હિન્દૂ ધર્મ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Gojiya નામના ફેસબુક યુઝર દ્વારા 29 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાઉદી અરબ મા ૮૦૦૦ વર્ષ જુના શંકર મંદિર મંલીયુ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉદી અરબમાં 8000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારે સર્ચ કરતાં અમને આર્કિયોલોજી ન્યૂઝ ઓનલાઈન મેગેઝીનના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટમાં વીડિયોમાં વાયરલ ફોટો જોવા મળ્યા હતા. 8 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત આ પોસ્ટ અનુસાર, એક જર્મન-ઈજિપ્તીયન પુરાતત્વીય મિશને ઈજિપ્તના અલ મટારિયા ક્ષેત્રમાં નેક્ટાનેબો નામના રાજાના પ્રાર્થનાસ્થળના અવશેષો શોધી કાઢ્યા છે.
11 જુલાઈ, 2021 ના રોજ આર્કિયોલોજી ન્યૂઝ નેટવર્કમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ઈજિપ્તમાં પુરાતત્વીય ટીમને રાજા નેક્ટાનેબોના ભવ્ય મંદિરના 2,400 વર્ષ જૂના અવશેષો મળ્યા હતા. આ અવશેષોમાં રહસ્યમય શિલાલેખ સાથે ઘણા કોતરેલા પથ્થરો છે. આ શોધ જર્મન-ઈજિપ્તના નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ અવશેષો હેલિઓપોલિસમાં માટરિયા સાઈટ પરથી મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં માટરાયા પ્રાચીન હેલીઓપોલિસનો એક ભાગ હતો.
આ કોતરવામાં આવેલા પથ્થરો અને ટુકડાઓ બેસાલ્ટના બનેલા છે અને પશ્ચિમ અને ઉત્તરી મોરચાના રાજા નેક્ટાનેબોના મંદિરના હોવાનું માનવામાં આવે છે. પૂર્વે ચોથી સદીમાં પ્રાચીન ઈજિપ્તમાં રાજા નેક્ટાનેબોએ છેલ્લા રાજવંશની સ્થાપના કરી હતી. જર્મન-ઈજિપ્તની પુરાતત્વીય ટીમનું કહેવું છે કે, આ કોતરેલા પથ્થરો રાજા નેક્ટાનેબોના શાસનકાળના વર્ષના છે.
રાજા નેક્ટાનેબો કોણ છે?
રાજા નેક્ટાનેબો રાજવંશ ઈજિપ્તનું છેલ્લું શાહી ઘર હતું. તેનો ઈતિહાસ 342 બીસીમાં સમાપ્ત થાય છે જ્યારે દેશ પર્સિયન સૈનિકો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. 2015 માં જર્મન-ઈજિપ્તની પુરાતત્વીય ટીમે તેમના દ્વારા બાંધવામાં આવેલા ઈજિપ્તીયન મંદિરની પૂર્વ બાજુનું ખોદકામ કર્યું હતું, જેમાં પથ્થરના સ્લેબ, દેવી બાસ્ટેટની મૂર્તિઓ અને અવશેષો હતા. વર્કશોપ મળી હતી. સ્લેબ પરના શિલાલેખો મુખ્યત્વે શહેરના શાસક, તેમજ દેવી હાથોરને સમર્પિત છે.
ઈજિપ્તીયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રીઝના પ્રેસિડેન્સીના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પણ વાયરલ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે સાબિત કરે છે કે, વાયરલ થઈ રહેલા ફોટોને સાઉદી અરેબિયા કે હિન્દુ ધર્મના અવશેષો સાથે કોઈ સંબંધ નથી. વાયરલ ફોટામાં દેખાતા પથ્થરો ઈજિપ્તના રાજાના મંદિરોના અવશેષો છે.
સાઉદી અરેબિયામાં જૂનું હિન્દુ મંદિર મળી આવ્યું છે
સાઉદી અરેબિયાના પુરાતત્વ વિભાગે ખોદકામ દરમિયાન મંદિરના અવશેષો શોધી કાઢ્યા છે. જે જગ્યાએ મંદિરના અવશેષો મળ્યા છે તે રિયાધના દક્ષિણમાં સ્થિત છે. મંદિરના અવશેષો માહિતી આપે છે કે, તે સમયે અહીં રહેતા લોકો પૂજા-અર્ચના કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તુવાઈક પર્વતની બાજુમાં આવેલા આ મંદિરનું નામ રોક કટ છે. મંદિર ઉપરાંત પુરાતત્વ વિભાગને 2807 કબરો પણ મળી છે. સાઉદી અરેબિયામાં શોધાયેલા પ્રાચીન મંદિરમાં ધાર્મિક શિલાલેખો પણ મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગે અલ-ફાઓમાં આ શોધ કરી હતી જે એક સમયે કિંડા રાજ્યની રાજધાની હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે પથ્થર દેખાઈ રહ્યો છે એ ઈજિપ્તના રાજા દ્વારા બનાવવામાં આવેલા મંદિરના અવશેષોમાંનો એક છે. આ વીડિયોને સાઉદી અરબ કે હિન્દૂ ધર્મ સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:સાઉદી અરબમાં 8000 વર્ષ જૂની ભગવાન શિવની મૂર્તિ મળી હોવાની ખોટી માહિતી વાયરલ
Fact Check By: Vikas VyasResult: False