હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ મહિલા પલગ પપ સૂતા છે અને એક વાંદરો ત્યા આવી તેને ગળે લગાળે છે અને વ્હાલ કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દાદી દરરોજ વાંદરાને ભોજન આપતી હતી પરંતુ ત્રણ દિવસથી દાદી બિમાર હોવાથી ભોજન ન આપતા વાંદરો તેમને ઘરે મળવા આવ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વાંદરો આ વૃધ્ધ મહિલાને પહેલીવાર મળ્યો હતો. આ મહિલા 3 દિવસથી બિમાર હોવાનું તેમજ વાંદરાને દરરોજ ભોજન આપતા હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bodeli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દાદી દરરોજ વાંદરાને ભોજન આપતી હતી પરંતુ ત્રણ દિવસથી દાદી બિમાર હોવાથી ભોજન ન આપતા વાંદરો તેમને ઘરે મળવા આવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 23મી જૂનના ઈન્ડિયા.કોમ વેબસાઇટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. વિડિયો રાજસ્થાનના ફલૌદી ગામનો છે.

આ વિડિયો અંગે વિશેષ માહિતી ઈન્ડિયા.કોમ વેબસાઇટમાં પણ આપવામાં આવી હતી. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ દાદીનું નામ ભંવરી દેવી છે. ભંવરી દેવીના પરિવારના જણાવ્યા મુજબ, વાંદરાએ અચાનક જ ઘરમાં પ્રવેશ કર્યો અને પલંગ પર સૂતા તેમના દાદીની પાસે બેઠો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર મોબાઇલ પર વાયરલ થયો હતો.

Archive

તેમજ વધુ કીવર્ડ સાથે શોધ કરતા જાણવા મળ્યુ હતુ કે, રાજસ્થાનના ન્યૂઝ 24 પ્લસ નામના સ્થાનિક વેબ પોર્ટલે ભંવરી દેવી અને તેના પરિવારનો એક વિડિયો પ્રકાશિત કર્યો હતો. ફલૌદી ગામ જોધપુર જિલ્લામાં આવે છે.

વિડિયોમાં દાદી કહે છે, “આ વાંદરા ઘરમાં આવ્યો અને ફરવા લાગ્યો. પછી તે મારી પાસે આવ્યો અને બેઠો. તેમણે મને ગળે લગાડી, મારા વાળમાં તેનો હાથ ચલાવ્યો. અમે તેને ટમેટા, બિસ્કિટ જેવા ઘણા ખોરાક આપ્યા પરંતુ તેને ખાવાની ના પાડી. આ વાંદરે કશું ખોટું કર્યું નથી.

ભંવરદેવી દરરોજ આ વાંદરાને ખવડાવતા હતા.?

દાદીની પુત્રવધૂએ માહિતી આપી કે “વાંદરો તેના ઘરે આવ્યો હતો તેવું આ પહેલી વાર હતું. આ પ્રકારનો વાંદરો તેના ઘરે અથવા ભંવરી દેવી પાસે ક્યારેય આવ્યો ન હતો. તે પહેલી વાર અમારા ઘરે આવ્યો હતો. અમે ઘરે બેઠા હતા ત્યારે આ વાંદરો ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર ન હતી.? તેને જોઇને બાળકો ગભરાઈને ચીસો પાડવા લાગ્યા. વાંદરાઓ ઘરની અંદર ફરતા હતા. પછી તે તેની દાદી પાસે ગયો જે બેડ પર સૂતા હતા. મેં તેમને કહ્યું, ડરશો નહીં. બસ શાંતિથી બેસો. ત્યારબાદ વાંદરાએ તેની દાદીને ખૂબ જ પ્રેમથી ગળે લગાવી. આ દ્રશ્ય જોઈને મેં હાથ જોડ્યા.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વાંદરો આ વૃધ્ધ મહિલાને પહેલીવાર મળ્યો હતો. આ મહિલા 3 દિવસથી બિમાર હોવાનું તેમજ વાંદરાને દરરોજ ભોજન આપતા હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર દાદી રોજ વાંદરાને ભોજન આપતી હતી અને દાદી બિમાર પડતા વાંદરો તેને મળવા આવ્યો હતો...?

Fact Check By: Yogesh Karia

Result: False