ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોણ શું કરવા માંગે છે દેશમા ખુદ તમે જાતે જોઇલો. આ એક ગ્રુપ હોય છે જે મુસ્લિમોને બદનામ કરવા નિકળ્યા હતા પાકિસ્તાનનો ઝંડો લઇને આંતકવાદીઓ પકડાઈ ગયા.. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 96 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 53 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક ગ્રુપ દ્વારા મુસ્લિમોને બદનામ કરવા બુર્ખો પહેરીને નિકળ્યો હતો અને પાકિસ્તાનના ઝંડા સાથે પકડાયો હતો.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ફેસબુક પર આ વિડિયો આરઆરએસ દ્વારા મુસ્લિમ સમાજને બદનામ કરવાના દાવા સાથે ફેલવવામાં આવી રહ્યો છે.

FACEBOOK | ARCHIVE

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કૂરનૂલના જિલ્લા પોલીસ વડા ડો.ફકિરપ્પા કગીનેલ્લી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે ખૂલાસો કરતા જણાવ્યુ હતુ કે, “આ વિડિયોમાં બુર્ખો પહેરલ શખ્સને દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તેલંગણા થી કુરનૂલ, આંધ્રપ્રદેશ સુધી તસ્કરી કરતા હતા. તારીખ 7 ઓગસ્ટ 2020ના એકસાઈઝ પોલીસ દ્વારા આ શખ્સને પકડવામાં આવ્યા હતા. તેમજ કુરનૂલ પોલીસ મથકમાં આ અંગે સૂચના પણ આપવામાં આવી હતી. ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો.

https://twitter.com/SP_Kurnool/status/1294908778945511424?s=20

ARCHIVE

ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કૂરનૂલના જિલ્લા પોલીસ વડા ડો.ફકિરપ્પા કગીનેલ્લીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તે તેલંગણા થી આંધ્રપ્રદેશમાં ગેરકાયદેસર રીતે 60થી વધૂ દારૂની બોટલની તસ્કરી કરવા પ્રયાસ કરી રહ્યા હતા. તે આ બંને રાજ્યોની સરહદ પર પકડા ગયા હતા. બંને માંથી એક વ્યક્તિએ પોલીસથી બચવા બુર્ખો પહેર્યો હતો. સિમા શુલ્ક વિભાગે બંન્નેની ધરપકડ કરી હતી અને તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. આ બંનેનો આરએસએસ કે ભાજપા અથવા અન્યો કોઈ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.

બંનેની કુરનૂલમાં સિમા શુલ્ક વિભાગના મુખ્ય નિરીક્ષક લક્ષ્મી દુર્ગેયાએ ધરપકડ કરી હતી. અમે લક્ષ્મી દુર્ગેયાનો સંપર્ક કર્યો હતો. તેમણે એક જ વાત કહી હતી અને પૃષ્ટી કરી હતી કે, “આ બંનેની ગેરકાયદેસર દારૂની બોટલોની તસ્કરી કરતા ધરપકડ કરવામાં આવી હતી.

તેલુગુ સમાચાર ચેનલ ઈટીવીના રિપોર્ટમાં આ ઘટનાનો પુરો વિડિયો સામેલ હતો. રિપોર્ટમાં જણવવામાં આવ્યુ હતુ કે, વાયરલ વિડિયો સિવાય પોલીસ દ્વારા રસ્તા પર અન્ય લોકોને પણ ઉભા રાખવામાં આવ્યા હતા અને દારૂની બોટલો કાઢવામાં આવી હતી.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, આ બંને શખ્સો 60 થી વધુ બોટલ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. તેમાંથી એક શખ્સે પોલીસથી બચવા માટે બુર્ખો પહેર્યો હતો. તેલંગાણા-આંધ્રપ્રદેશ સરહદ પર પોલીસે અટકાયત કરી અને બર્ખો પહેરેલા શખ્સને તેના કપડા ઉતારવા કહ્યું હતુ. આ તે ઘટનાનો વીડિયો છે.

Avatar

Title:શું ખરેખર બુર્ખામાં પકડાયેલો આ શખ્સ પાકિસ્તાનના ઝંડા સાથે પકડાયો....? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False