શું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ધનંજય રમેશભાઈ નાકરાણી (ગોંડલ) ગુગલમાં એક કરોડ રૂપીયાના પગારથી પસંદ થયા, salute to his confidence” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 226 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 80 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોંડલના ધનંજય રમેશભાઈ નાકરાણી નામના યુવાનને ગૂગલમાં એક કરોડ રૂપિયાની નોકરી મળી.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2017થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતો વ્યક્તિ તન્મય બક્ષી છે. જે આઈબીએમ માટે હાલમાં કામ કરી રહ્યો છે. વધુમાં તે ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પણ છે. તેમજ હેલો સ્વિફ્ટ નામના પુસ્તકના લેખક પણ છે. તે TED-Keynote સ્પીકર તેમજ એક જાણીતા યુટ્યુબર પણ છે. 

TWITTER

હવે ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ શું છે એ પણ જાણવું જરૂરી હોવાથી અમને નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું સ્પષ્ટ લખેલું છે કે, ગુગલ દ્વારા ગુગલ ડેવલપર્સ એક્પર્ટ નામે એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં તજજ્ઞોને ગુગલ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તેઓ ગુગલ કંપનીમાં કામ કરે છે કે તેના કર્મચારી છે. તેમના દ્વારા આપવામાં આવતી સેવા માટે તે પોતે જ જવાબદાર હોય છે. વધુમાં આ એકસપર્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે ગુગલની કોઈ જ જવાબદારી હોતી નથી. જે તમે નીચે જોઈ શકો છો.

ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પ્રોગ્રામ વિશેના નિયમો પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, તેમાં પણ એવું સ્પષ્ટ લખેલું છે કે, ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પ્રોગ્રામમાં ભાગ લેનાર ગુગલના કર્માચારી નથી. જે માહિતી પણ તમે નીચે જોઈ શકો છો. 

અમારી વધુ તપાસમાં અમને તન્મય બક્ષી દ્વારા 2 સપ્ટેમ્બર, 2017ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તન્મય બક્ષી દ્વારા એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે લોકો એવું માને છે કે, હું ગુગલ કે ફેસબુકમાં જોબ કરું છું એ ખોટું છે. પરંતુ આ બંને મને પસંદ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE 

હવે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો વિશે જાણવું જરૂરી હોવાથી સર્ચ કરતાં અમને તન્મય દ્વારા 24 ઓગષ્ટ, 2017 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું હતું કે, ધ એએમ શો ન્યૂઝીલેન્ડ મને પસંદ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

વધુ તપાસમાં અમને યુટ્યુબ પર Ali Butt Live Videos દ્વારા 26 ઓગષ્ટ, 2017 ના રોજ મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલો જ વિડિયો હતો. જેના પરથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે, ન્યૂઝીલેન્ડની એક ચેનલ પર ધ એએમ શો નામના ટોક શોનો  વિડિયો છે. આ સંપુર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ગોંડલના ધંનજય રમેશભાઈ નાકરાણીનો નથી. આ વિડિયો તન્મય બક્ષીનો છે. તેમજ ગૂગલમાં નોકરી મળી હોવાની વાત પણ તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False