શું ખરેખર પાટણ શહેરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Gujarati Mavo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણ શહેર માં રીંછ ની એન્ટ્રી ભરબપોરે એક વ્યક્તિ પર કરયો હુમલો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રીંછ દ્વારા પાટણ શહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમરી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં રીંછ જોવા મળતા નથી. તેમજ આ પ્રકારે ગુજરાતમાં કોઈ શહેરમાં આવી હુમલો કર્યો હોય તો તે મોટા સમાચાર કહેવાય.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને NewIndianexpress નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઓડિશાના ભવાનીપટના ગામમાં આ પ્રકારે ઘટના બનવા પામી હતી. જ્યા રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

ન્યુઈન્ડિયન એક્સપ્રેસ | ARCHIVE

ઓડિશા ટીવી દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી આ ઘટનાનો બીજા એંગલ પરથી પણ લેવામાં આવેલો વિડિયો શેર કર્યો હતો. તેમજ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ એએનઆઈ દ્વારા પણ તેમના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ અંગેનો વિડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પાટણનો નહિં પરંતુ ઓડિશાના ભવાનીપટના ગામનો વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર પાટણ શહેરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply