ખાલસા એડના સ્વયંસેવકોનો બે વર્ષ પહેલાંનો ફોટો ઉત્તરાખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક ખાલસા એડના સ્વયંસેવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ખાલસા એડના સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોવાનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાલસા એડના સ્વયંસેવકોનો સેવા આપી રહેલો ફોટો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ સ્વયંસેવકો દ્વારા 2018 માં અમરનાથ યાત્રાના રસ્તાની સફાઈ કરવામાં આવી હતી તેનો આ ફોટો છે. જેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ashvin Jasani નામના ફેસબુક યુઝર દ્વારા 10 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ખાલસા એડના સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોવાનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને steemit.com નામની વેબસાઈટ પર વર્ષ 2018 માં પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો તેમજ અન્ય કેટલાક ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ખાલસા એડના 25 સ્વયંસેવકોની ટીમ દ્વારા અમરનાથ યાત્રાના બે શિબિર સ્થાન બાલતાલ અને નુનવાન ખાતે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા 4 દિવસનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેના આ ફોટો છે.

Archive

આજ માહિતી સાથેના Khalsa Aid India દ્વારા પણ 31 ડિસેમ્બર, 2020 ના રોજ ટ્વિટ પણ કરવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને ખાલસા એડના સત્તાવાર ફેસબુક પેજ 

Khalsa Aid International દ્વારા ઉપરોક્ત માહિતી સાથે પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 24 માર્ચ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

Facebook Post | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાલસા એડના સ્વયંસેવકોનો સેવા આપી રહેલો ફોટો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ સ્વયંસેવકો દ્વારા 2018 માં અમરનાથ યાત્રાના રસ્તાની સફાઈ કરવામાં આવી હતી તેનો આ ફોટો છે.

Avatar

Title:ખાલસા એડના સ્વયંસેવકોનો બે વર્ષ પહેલાંનો ફોટો ઉત્તરાખંડના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False