શું ખરેખર ચુંટણી હારી ગયા બાદ ટ્રમ્પ દ્વારા તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Satire આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો દેખાતો વ્યક્તિ ઓફિસમાં તોડફોડ કરી રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. તે ઓફિસમાં રહેલા તમામ ફર્નીચરને એક બાદ એક કરીને તોડી રહ્યો હોવાનું દેખાય છે. આમ તો આ પોસ્ટ સટાયર છે એટલે કે લોકો મઝાકમાં લઈ રહ્યા છે પરંતુ 2300થી વધુ શેરના કારણે અમે આ પોસ્ટની પડતાલ કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવયો હતો કે, “ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણી હારી ગયા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો વર્ષ 2017થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણી હારી ગયા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સોપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. વર્ષ 2017માં આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પની ફની મુમેન્ટ. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

જો કે, બાદમાં ઇન્ટરનેટ પર વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ટ્રમ્પ ઓફિસની વસ્તુઓની તોડફોડનો વિડિઓ ખરેખર કોમેડી સેન્ટ્રલ દ્વારા વર્ષ 2017માં નિર્માણિત વ્યંગ્યાત્મક કોમેડી “ધ પ્રેસિડેન્શિયલ શો”ની ક્લિપ છે. કોમેડી સેન્ટ્રલ યુકે પૃષ્ઠ પર વાયરલ થયેલી વિડિયોની અસલ વિડિઓ છે. જે 21 જુલાઈ, 2017ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. વિડિયોમાં, હાસ્ય કલાકાર એન્થોની આતામાનુક યુએસ પ્રમુખ ટ્રમ્પના કાર્યાલયમાં અભિનય કરી રહ્યો છે. તમે વાયરલ વિડિયોનો ભાગ 3: 45 મિનિટ પર જોઈ શકો છો. વર્ષ 2017નો આ ઓરિજનલ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ અમે જણાવ્યુ એ પ્રમાણે આ વિડિયો જોઈએ તો સટાયર છે. પરંતુ ગુજરાતી સોશિયલ મિડિયામાં લોકો આ વિડિયોને સત્ય સમજી શેર કરી રહ્યા છે તેથી અમે આ અંગેની પડતાલ/તપાસ કાર્યવાહી કરી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો વર્ષ 2017થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર ચુંટણી હારી ગયા બાદ ટ્રમ્પ દ્વારા તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Satire

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •