જાણો હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ કેટલાક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદની તારાજીના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોમાંથી ફક્ત એક જ ફોટો હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો છે. જ્યારે બાકી તમામ ફોટા જૂના અને અલગ-અલગ સ્થળોના છે. આ ફોટા સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rupesh Teraiya નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ** હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી પ્રભાવિત: ભૂસ્ખલન અને પુલ પૂરથી 5 લોકોના મોત ** ભારે વરસાદને કારણે રવિવારે હિમાચલ પ્રદેશમાં ભાખરા-નાંગલ ડેમમાં પાણીના પ્રવાહમાં મોટો વધારો થયો હતો, જેના પરિણામે વિનાશક પરિણામો આવ્યા હતા. સતત વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું, જેમાં પાંચ વ્યક્તિઓના જીવ ગયા. ઘરોને નુકસાન થયું હતું, પુલ ધોવાઈ ગયા હતા, કાર તણાઈ ગઈ હતી અને રોજિંદા જીવન થંભી ગયું હતું કારણ કે આ પ્રદેશ પછીના પરિણામો સાથે ઝઝૂમી રહ્યો હતો. જવાબમાં, સત્તાવાળાઓએ બે દિવસ માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું સાવચેતીભર્યું પગલું લીધું હતું. આ દુ:ખદ ઘટના બાદ અસરગ્રસ્ત સમુદાયો પુનઃપ્રાપ્તિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે કાર્ય કરી રહ્યા હોવાથી પરિસ્થિતિ પડકારરૂપ છે. સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મુસાફરી કરવા સામે પણ સલાહ આપી છે, સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને રહેવાસીઓ અને મુલાકાતીઓની સલામતીને એકસરખું પ્રાથમિકતા આપી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદની તારાજીના આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે તમામ વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Photo 1

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર scroll.in દ્વારા 18 જુલાઈ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટો ઉત્તરાખંડના ચમૌલી ખાતે થયેલા ભારે વરસાદ બાદના રેસ્ક્યુ ઓપરેશનનો હોવાની માહિતી આપવામાં આવી છે.

Photo 2

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર indiatoday.in દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે.

Photo 3

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર newindianexpress.com દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી છે હતી કે, હિમાચલ પ્રદેશના ચંબા ખાતે ભારે વરસાદને પગલે પુલને નુકશાન થયું હતું તેનો આ ફોટો છે.

Photo 4

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર indiatvnews.com દ્વારા 25 જૂન, 2013 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરાખંડ ખાતે ભારે વરસાદને પગલે આવેલા પૂરથી સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે.

Photo 5

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર livemint.com દ્વારા 5 સપ્ટેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેરાલા ખાતે પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે.

Photo 6

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર tribuneindia.com દ્વારા 21 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો હિમાચલ પ્રદેશના મંડી-પઠાનકોટ હાઈવેનો છે. જ્યાં ભારે વરસાદને પગલે આવા દ્રશ્યો સર્જાયા હતા.

Photo 7

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર theprint.in દ્વારા 13 જુલાઈ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે.

Photo 8

ઉપરોક્ત ફોટોને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર hindustantimes.com દ્વારા 10 જુલાઈ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હિમાચલ પ્રદેશના મંડી ખાતે ભારે વરસાદને પગલે પંચવક્રત્ર મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા તેનો આ ફોટો છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરના તમામ ફોટોમાંથી ફક્ત એક જ ફોટો હિમાચલ પ્રદેશમાં થયેલા તાજેતરના ભારે વરસાદની પરિસ્થિતિનો છે. જ્યારે બાકી તમામ ફોટા જૂના અને અલગ-અલગ જગ્યાના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા તમામ ફોટોમાંથી ફક્ત એક જ ફોટો હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો છે. જ્યારે બાકી તમામ ફોટા જૂના અને અલગ-અલગ સ્થળોના છે. આ ફોટા સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:જાણો હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context