શું ખરેખર 27 સપ્ટેમ્બર થી એક અઠવાળિયું બેંક બંધ રહેશે...? જાણો શું છે સત્ય...
Gujju bablo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “26 અને 27 સપ્ટેમ્બર - બેંક હડતાલની ઘોષણા, 28 સપ્ટેમ્બર 4 થી શનિવાર છે, * 29 મી રવિવાર છે, 30 મી અર્ધવાર્ષિક બંધ, પહેલો સ્ટાફ રજા પર રહેશે, 2 ઓક્ટોબર ગાંધી જયંતીની રજા, તેથી 25 મી સપ્ટેમ્બર પછી આગામી કાર્યકારી દિવસ 3 જી Octoberક્ટોબર હશે, 7 દિવસ સુધી કોઈ બેંકનું કામ રહેશે નહીં.27 મી સપ્ટેમ્બર પછી મોટાભાગના એટીએમ પણ શુષ્ક થઈ જશે. તેથી રોકડ અગાઉથી રાખો કારણ કે તમે સુપર માર્કેટ અને મોલ્સ સિવાય શાકભાજી બજારમાં ડિજિટલ વ્યવહાર માટે જઈ શકતા નથી.સાવધાની રાખવા માટે આ સંદેશ તમારા જાણીતા વર્તુળોમાં ફોરવર્ડ કરો.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “27 સપ્ટેમ્બર બાદ એક અઠવાડિયા માટે બેંક બંધ રહેશે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સબંધિત માહિતી શોધવા પ્રયત્ન કર્યો હતો. જો આ પ્રકારે એક અઠવાડિયા માટે બેંક બંધ રહેવાવી હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોત પરંતુ આ સબંધિત અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
આથી અમે જૂદા-જૂદા કિવર્ડથી તપાસ શરૂ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, 26-27 સપ્ટેમ્બરની બેંક હડતાલ પરત ખેંચવામાં આવી છે. જે સમાચારને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.
30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોમ્બર ના છ માસિક રજા હોવા છતા પણ RBI દ્વારા રજા જાહેર કરવામાં નથી આવી. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે બેંકબઝાર.કોમ નામની વેબસાઈટ પરથી ગુજરાતમાં બેંકની રજાઓનું વર્ષ 2019નું લીસ્ટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં સપ્ટેમ્બર મહિનામાં બે જ રજા ગુજરાતમાં બતાવવામાં આવી હતી. 2 સપ્ટેમ્બરની ગણેશ ચતુર્થીની અને 10 સપ્ટેમ્બરની મોહરમની રજા બતાવવામાં આવી હતી. આ સિવાય 2 અને 4 શનિવારે તેમજ રવિવાર સિવાયના તમામ દિવસે બેંક ચાલુ રહેવાની છે.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, 27 સપ્ટેમ્બર બાદ બેંક એક અઠવાડિયા માટે બંધ રહેશે તે વાત સદંતર ખોટી અને પાયા વિહોણી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 27 સપ્ટેમ્બર બાદ બેંક એક અઠવાડિયા માટે બંધ રહેશે તે વાત સદંતર ખોટી અને પાયા વિહોણી છે.
Title:શું ખરેખર 27 સપ્ટેમ્બર થી એક અઠવાળિયું બેંક બંધ રહેશે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False