હરિયાણામાં થયેલી અંગત અદાવતની મારપીટનો વીડિયો ભાજપના ધારાસભ્ય સાથે થયેલી મારપીટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Girish Sanghvi નામના ફેસબુક પેજ દ્વારા 31 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હરિયાણા માં ભાજપ ધારાસભ્ય અને અધિકારી ની જનતા દ્વારા ધમધમાટ ધોલાઈ…. જનતા ની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે..અમેરિકા વાળી ચાલુ થઈ ગઈ છે ઇન્ડિયા માં. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હરિયણા ખાતે લોકોએ ભાજપના ધારાસભ્ય અને અધિકારીના ધોલાઈ કરી તેનો છે. આ પોસ્ટને 457 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 54 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 360 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.03-18_14_20.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હરિયણા ખાતે લોકોએ ભાજપના ધારાસભ્ય અને અધિકારીના ધોલાઈ કરી તેનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને jagran.com  દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા એક દ્રશ્ય સાથેના સમાચાર 22 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઘરૌડાના મૂનક ખાતેના વીજળી કાર્યાલયમાં ગગસીનાના રહેવાસી જોગિન્દ્ર અને ધનસિંહ વીજળીને લગતા એક કામને લઈને SDO કાર્યાલયમાં બેઠા હતા. ત્યારે થોડી વાર પછી તેમના જ ગામના વિકાસ, મનોહર, અક્ષય અને અન્ય બે લોકોએ કાર્યાલયમાં ધસી આવીને તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સમગ્ર સમાચારમાં ક્યાંય પણ જેની સાથે મારપીટ થઈ એ ભાજપના ધારાસભ્ય હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

screenshot-www.jagran.com-2020.08.03-18_36_20.png

Archive

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગગસીના ગામમાં કોઈના ખેતરમાં વીજળીની લાઈન નાખવામાં આવી રહી હોવાથી તેની ફરિયાદ લઈને કેટલાક લોકો વીજળી ઓફિસે પહોંચ્યા હતા. ત્યાર બાદ કેટલાક લોકો ઓફિસમાં ધસી આવીને ફરિયાદ લઈને આવેલા બંને લોકો સાથે મારપીટ કરવા લાગે છે. આ સમગ્ર ઘટના એક અંગત અદાવતને કારણે બની હતી. જેમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી ત્રણને પકડી લોવામાં આવ્યા છે જ્યારે અન્ય બે આરોપીઓને પણ જલ્દી પકડી લેવામાં આવશે એવું સમાચારમાં જણાવવામાં આવ્યું છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ ઘરૌડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ કુમાર સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગત અદાવતને કારણે બની હતી. આ ઘટનાને કોઈ જ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Punjab Kesari Haryana | India TV | Zee Punjab Haryana Himachal | IBN24 News Network

ઉપરોક્ત તમામ સમાચારોમાં ક્યાંય પણ હરિયાણા ખાતે ભાજપના ધારાસભ્ય અને અધિકારી સાથે મારપીટ કરવામાં આવી એવી કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. આ સમગ્ર ઘટના અંગત અદાવતને કારણે બની હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. આ સમગ્ર ઘટના અંગત અદાવતને કારણે બની હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:હરિયાણામાં થયેલી અંગત અદાવતની મારપીટનો વીડિયો ભાજપના ધારાસભ્ય સાથે થયેલી મારપીટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False