શું ખરેખર લાલુ પ્રસાદ યાદવ તેમની પ્રથમ કાર ચલાવ્યા બાદ બિમાર પડ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

લાલુ પ્રસાદ યાદવ દ્વારા થોડા દિવસો પહેલા તેમના ઓફિશિયલ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષો બાદ તેમણે તેમની પહેલી કાર ચલાવી હતી. આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં લાલુ પ્રસાદ યાદવના હોસ્પિટલના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લાલુ પ્રસાદ યાદવ દ્વારા તેમની કાર ચલાવ્યા બાદ પગની નશ ખેંચાય ગઈ હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાલુ પ્રસાદનો આ ફોટો ત્રણ વર્ષ જુનો છે. હાલમાં લાલુ પ્રસાદ સાથે તેનો કોઈ સબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દુવાદી હાર્દિક પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લાલુ પ્રસાદ યાદવ દ્વારા તેમની કાર ચલાવ્યા બાદ પગની નશ ખેંચાય ગઈ હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Jagranનો 16 ફેબ્રુઆરી 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટોને શેર કરવામાં આવ્યુ હતો. 

Jagran.com

તેમજ ડીએનએઈન્ડિયા દ્વારા આ ફોટોને વર્ષ 2018માં તેમના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.    

તેમજ આરજેડી દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી લાલુ પ્રસાદ યાદવનો હોસ્પિટલનો વિડિયો શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાલુ પ્રસાદનો આ ફોટો ત્રણ વર્ષ જુનો છે. હાલમાં લાલુ પ્રસાદ સાથે તેનો કોઈ સબંધ નથી.

Avatar

Title:શું ખરેખર લાલુ પ્રસાદ યાદવ તેમની પ્રથમ કાર ચલાવ્યા બાદ બિમાર પડ્યા…?

Fact Check By: Yogesh Karia 

Result: False