ઉન્નવની અખિલેશ યાદવના શાસનકાળની ફોટોને હાલની ગણાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં સોશિયલ મિડિયામાં ત્રણ-ચાર ફોટો વાયરલ થઈ રહી છે. જેમા તુટેલા મકાન અને બુલડોઝરથી થતી કાર્યવાહી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમામ ફોટો હાલમાં યોગી સરકાર દ્વારા ઉન્નવમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉન્નાવમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશની આ તસવીરો યોગી આદિત્યનાથના કાર્યકાળની નથી, પરંતુ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવના કાર્યકાળની છે. આ તસવીરો 2016થી ઈન્ટરનેટ પર છે, જેને હાલમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

वतन ए आजादी आजादी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તમામ ફોટો હાલમાં યોગી સરકાર દ્વારા ઉન્નવમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

Image 1 and 2-

અમને જાણવા મળ્યું કે અમર ઉજાલાએ 27 મે 2016 અને 28 મે 2016ના રોજ આ તસવીર પ્રકાશિત કરી હતી. રિપોર્ટ અનુસાર, તસવીરો ઉન્નાવમાં થયેલી ડિમોલિશન ડ્રાઈવની છે. અતાઉલ્લા નાલા અને છોટા ચૌરાહા વચ્ચે સ્થિત લોહા મંડી (લોહા બજાર) અને બરતન બજાર (વાસણ બજાર)માં આ ડ્રાઈવ શરૂ થઈ. વહીવટીતંત્રે વિસ્તારમાં 85 ગેરકાયદેસર ઈમારતો તોડી પાડી હતી.

ડિમોલિશન દરમિયાન, સિટી મેજિસ્ટ્રેટ શંકર મુખર્જીના નેતૃત્વ હેઠળ નગરપાલિકા અને તહસીલના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર હતા.

નોંધનીય છે કે 2016માં અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી, જે રાજ્યમાં શાસન કરી રહી હતી. યોગી આદિત્યનાથ 2017માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

IMAGE-3

અમને જાણવા મળ્યું કે ફેસબુક યુઝરે 26 મે 2016ના રોજ આ તસવીર પોસ્ટ કરી હતી. પોસ્ટના કેપ્શનમાં જણાવાયું છે કે, “વિનાશના દ્રશ્યે ઉન્નાવના નકશાએ બદલ્યું ઉન્નાવના નાના ચોરાહનો નાશ થયો” (કવરેજ શુભમ નિગમ હિન્દુસ્તાન પ્રેસ)”

નીચે તમે અમર ઉજાલા અને ફેસબુક યુઝર પર ઉપલબ્ધ વાયરલ તસવીરો અને અસલ તસવીર વચ્ચેની સરખામણી જોઈ શકો છો.

ઉન્નાવમાં બુલડોઝર ક્યારે ચાલ્યું?

ઉન્નાવમાં મે મહિનામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ દરમિયાન, શહેરના બડા ચૌરાહા અને ગાંધી નગર સ્ક્વેર વચ્ચેના કામચલાઉ અતિક્રમણને દૂર કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારની સૂચના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એક વેપારી પોતાની દુકાન બચાવવા માટે આજીજી કરતો એક વિડિયો પણ વાયરલ થયો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉન્નાવમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશની આ તસવીરો યોગી આદિત્યનાથના કાર્યકાળની નથી, પરંતુ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવના કાર્યકાળની છે. આ તસવીરો 2016થી ઈન્ટરનેટ પર છે, જેને હાલમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:ઉન્નવની અખિલેશ યાદવના શાસનકાળની ફોટોને હાલની ગણાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context