કોંગ્રેસના નેતા શશી થરુરના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

A Z  A  D ツ નામના ફેસબુક પેજ દ્વારા 04 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શશી થરૂરજી બાકીની 11 પત્નીઓનું તમારે શું કામ છે…?? મને લાગે છે તમારા ડરથી ક્યાંક છુપાવી દીધી હશે..!!😁😁 . આ ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

અમારી વધુ તપાસમાં અમને સિંગર સોનુ નિગમ જે ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું એ પ્રાપ્ત થયું હતું. પરંતુ આ @an_author1 ટ્વિટર એકાઉન્ટ અમને ટ્વિટર પર ક્યાંય પ્રાપ્ત થયું નહતું.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને કોંગ્રેસના નેતા શશી થરુરનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જે @ShashiTharoor ના નામે ટ્વિટર પર ઉપલબ્ધ છે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલું ટ્વિટર એકાઉન્ટ હાલમાં ઉપલબ્ધ નથી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:કોંગ્રેસના નેતા શશી થરુરના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False