શું ખરેખર હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના મુંબઈના સિ-લિંકના દ્રશ્યો છે....? જાણો શું છે સત્ય.
Nanubhai Dakhara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી લિંક બાંદ્રા મુંબઇ આ બનાવ્યો કોંગ્રેસે છે તોફાન આવ્યું છે હજી આવશે પણ કોંગ્રેસ 135 વરસ જૂની અડીખમ ઇમારત છે એ ઘસાઈ જરૂર શકે જમીનદોસ્ત ના થઇ શકે થોડા સુધારા થોડા વધારા થોડું ચિંતન થોડું મંથન થોડુ સૌનું આત્મમંથન પાછી એ જ જગમગાહટ એ જ જાહોજલાલી પાછી આવશે...જય હિન્દ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 108 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાન મુંબઈના સિ-લિંકના આ દ્રશ્યો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા એક વ્યક્તિ મોટરસાયકલ પર જોવામાં આવે છે જો કે ટુવ્હિલને વર્લી સી-લિંક પર મંજૂરી નથી. વળી, આ બ્રિજની ડિઝાઇન મુંબઇમાં સી-લિંક જેવી નથી. જેથી આ વિડિયો શંકાસ્પદ છે કે આ વીડિયો મુંબઈનો છે કે કેમ.?
આ વિડિઓ ક્યારનો છે અને ક્યાંથી છે તે શોધવા માટે યુ ટ્યુબ પર કીવર્ડ્સની શોધ કરી. જાણવા મળ્યું છે કે આ વીડિયો ડિસેમ્બર 2017 માં વર્લી સી-લિંક નામથી વાયરલ થયો હતો. ચક્રવાત ઓખીને આવી તરંગો હોવાનું કહેવાતું હતું. આ વીડિયો રામેશ્વરમ, વિશાખાપટ્ટનમ અને શ્રીલંકામાં પણ શેર કરવામાં આવ્યો છે. જો કે, આ તમામ વિડિઓ 3 ડિસેમ્બર, 2017 પછીના જ છે.
વધુ તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે વિડિઓ 24 ઓગસ્ટ, 2017 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.
મળતી માહિતી મુજબ આ વિડિઓ લક્ષદ્વીપ આઇલેન્ડનો છે. 23 ઓગસ્ટ, 2017 ના રોજ, આવા વિશાળ મોજા મિનિકોયના પૂર્વમાં સમુદ્ર-પુલ પર અથડાયા હતા. જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.
લક્ષદ્વીપ આઇલેન્ડ પર આવો કોઈ પુલ છે કે કેમ તે શોધખોળ કરતી વખતે, અમે શ્રીશૈલા કન્સ્ટ્રક્શન કંપનીની વેબસાઇટ પર નીચેનો ફોટો મળ્યો. તદનુસાર, કંપનીએ લક્ષદ્વીપના પૂર્વ મિનિકોય આઇલેન્ડ પર આ સમુદ્ર-પૂરનું નિર્માણ કર્યું છે.
ઉપરના ફોટામાં પુલની દિવાલો અને રચના વિડિઓમાં પુલ જેવી જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો કોઈ કુદરતી ચક્રવાતને કારણે મુંબઈના સી-લિંક બ્રિજ પર વિશાળ તરંગનો નથી. આ વિડિઓ ઓગસ્ટ 2017 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એક સ્પષ્ટ છે કે વીડિયો ઓછામાં ઓછો 3 વર્ષ જૂનો છે અને મુંબઈનો નથી.
Title:શું ખરેખર હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના મુંબઈના સિ-લિંકના દ્રશ્યો છે....? જાણો શું છે સત્ય.
Fact Check By: Yogesh KariaResult: False