શું ખરેખર સાઉદી અરેબિયામાં 16 વર્ષની કિશોરી સાથે બળાત્કારના ગુનામાં આપેલી સજાનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Mukesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “A 16-year-old Girl was Raped and Murdered by 7 youths in Saudi Arabia, see their punishment  कोई अपील नहीं, कोई दलील नहीं” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,“સાઉદી અરેબિયામાં 16 વર્ષની કિશોરી સાથે બળાત્કાર અને તેની હત્યાના ગુનામાં 7 વ્યક્તિને આપવામાં આવેલી સજાનો આ વિડિયો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર A 16-year-old Girl was Raped and Murdered by 7 youths in Saudi Arabia

લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને કયાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી. ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને atlaspress.af નો વર્ષ 2014નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ISIL આંતકી સમૂહ દ્વારા જાસુસીના બહાને ઈરાકમાં દાખલ થનાર યુવાનોને મારી નાખવાનો વિડોયો જાહેર કર્યો હતો. 

ATLASPRESS.AF | ARCHIVE

તેમજ અમને IRANNEWS24.IR નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયોમાં નવો મુદ્દો એ છે કે કેમેરાને મૃતકોની એકદમ નજીક લઈ જવામાં આવ્યા છે.

IRANNEWS24.IR | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સાઉદી અરેબિયાનો નહિં પરંતુ ISIL આંતકી સમૂહ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો ઈરાકનો વિડિયો છે. જેમાં આ તમામને જાસુસીના આરોપસર સજા આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપોરક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સાઉદી અરેબિયાનો નહિં પરંતુ ISIL આંતકી સમૂહ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો ઈરાકનો વિડિયો છે. જેમાં આ તમામને જાસુસીના આરોપસર સજા આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

Avatar

Title:શું ખરેખર સાઉદી અરેબિયામાં 16 વર્ષની કિશોરી સાથે બળાત્કારના ગુનામાં આપેલી સજાનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False