હાલમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં અમુલના નામથી ત્રણ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે જેમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ દ્વારા હાલમાં વધતા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ સરકાર સામે કટાક્ષ કરવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પોસ્ટર અમુલ દ્વારા વર્ષ 2013માં અને વર્ષ 2018માં શેર કરવામાં આવ્યા હતા. હાલમાં આ પોસ્ટર શેર કરવામાં આવ્યા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjay Thorat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમુલ દ્વારા હાલમાં વધતા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ સરકાર સામે કટાક્ષ કરવામાં આવ્યો.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમુલધબ્રાન્ડનો 3 સપ્ટેમ્બર 2013નો એક બ્લોગ પ્રાપ્ત થયો હતો. જેમાં આ પોસ્ટર શેર કરવામાં આવ્યુ હતુ.

અમુલધબ્રાન્ડ | સંગ્રહ

અમુલ દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ આ પોસ્ટર 3 સપ્ટેમ્બર 2013ના શેર કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ અન્ય ફોટો અંગે સર્ચ કરતા અમને આ પોસ્ટર અમુલની વેબસાઈટ પર સ્પટેમ્બર 2018ના અપલોડ કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

અમુલ | સંગ્રહ

તેમજ અન્ય પોસ્ટર અંગે સર્ચ કરતા અમને અમુલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી અમને આ પોસ્ટર પ્રાપ્ત થયુ હતુ. 23 મે 2018ના આ પોસ્ટર અપલોડ કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ પોસ્ટરને લઈ એક અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે પણ તમે નીચે વાંચી શકો છો.

Indian Express | archive

તેમજ અમુલ દ્વારા હાલમાં 19 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટર શેર કરવામાં આવ્યુ હતુ. જે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પોસ્ટર થી ખુબ જ અલગ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પોસ્ટર અમુલ દ્વારા વર્ષ 2013માં અને વર્ષ 2018માં શેર કરવામાં આવ્યા હતા. હાલમાં આ પોસ્ટર શેર કરવામાં આવ્યા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલવવા આ પોસ્ટર શેર કરવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર અમુલ દ્વારા હાલમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કર્યો છે....?

Fact Check By: Yogesh Karia

Result: Missing Context