તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર લોડિંગ રીક્ષામાં એક વ્યક્તિને બોટલ ચડતી હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતનો છે. રુપાણી સરકારના રાજમાં લોકોની આવી હાલત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટો ગુજરાતનો નહીં પરંતુ તેલંગાણાનો છે. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amarish Savani નામના ફેસબુક યુઝર દ્વારા 18 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, "રૂપાણી સરકાર" પાસે પૈસાના હોય તો 1,91 કરોડનું વિમાન વેચી દો અને બેડ ઓક્સિજન ઈન્જેક્શનની સગવડ કરી રાજધર્મ નિભાવો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતનો છે. રુપાણી સરકારના રાજમાં લોકોની આવી હાલત છે.

screenshot-www.facebook.com-2021.04.28-22_23_02.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ફોટોમાં જે બાંધકામ દેખાઈ રહ્યું છે તેના પર તેલુગુ ભાષામાં કોઈ હોસ્પિટલનું નામ લખેલું છે.

screenshot-www.facebook.com-2021.04.28-22_29_04.png

ત્યાર બાધ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને TeluguBulletin.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો તેના સત્તાવાર ટ્વિટર પર 21 જુલાઈ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં પણ આ ફોટો તેલંગાણાનો હોવાની માહિતી આપવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અન્ય એક ટ્વિટર યુઝર Abhinay Deshpande દ્વારા 19 જુલાઈ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણાના મહેબુબનગર જિલ્લાની આવી પરિસ્થિતિ છે.

Archive

વધુમાં અમને તેલંગાણા ભાજપના સોસિયલ મીડિયાના કન્વીનર L Pradeep Rao દ્વારા પણ 17 એપ્રિલ, 2020 ના રોજ આજ ફોટો તેલંગાણાનો હોવાની માહિતી સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટો ગુજરાતનો નહીં પરંતુ તેલંગાણાનો છે.

Avatar

Title:શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False