
Dhaval Patni નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રૂપાણી સાહેબ ના અંગ્રેજી છાપા બાદ નવું સાહસ રાહુલ ગાંધી કન્નડ છાપું વાંચે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી કન્નડ ભાષામાં ન્યુઝ પેપર વાંચી રહ્યા છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ ફોટોની નજીકની જોઈતા ખબર પડે છે કે ન્યુઝ પેપરનું નામ NATIONAL શબ્દથી શરૂ થાય છે. જો આ કન્નડ ભાષાનું પેપર છે તો અંગ્રેજીમાં કેમ લખવામાં આવ્યુ હશે? આ પોસ્ટની પ્રામાણિકતા પર શંકા કરાવે છે.
ગુગલની રિવર્સ ઇમેજ અને જૂદા-જૂદા કીવર્ડની શોધમાં બહાર આવ્યું છે કે ફોટો નેશનલ હેરાલ્ડના વિશેષ અંકના લોકાર્પણ સમયે લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ 12 જૂન, 2017ના રોજ બેંગ્લોર શહેરમાં યોજાયો હતો.
વન ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2008માં બંધ કરાયેલા નેશનલ હેરાલ્ડ અખબારની બેંગ્લોરની પહેલી આવૃત્તિને રાહુલ ગાંધી દ્વારા ફરીથી લોન્ચ કરવામાં આવી હતી. સમાચારોમાં રાહુલ ગાંધીનો એક ફોટો પણ સામેલ છે જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ આ મુદ્દા અંગે 12 જૂન, 2017 ના રોજ ટ્વીટ પણ કર્યું હતું. એનડીટીવી ચેનલે આ ઘટના વિશે અહેવાલ આપ્યો હતો.
રાજ્યસભા ટીવીના સમાચારોમાં આ ઘટનાનો બીજો ફોટો મળ્યો. તેમાં કર્ણાટકના તત્કાલીન મુખ્ય પ્રધાન કે સિદ્ધારમૈયા, રાજ્યપાલ વજુભાઇ રૂડાભાઇ વાળા, રાહુલ ગાંધી અને હામિદ અન્સારી રાષ્ટ્રીય હેરાલ્ડના વિશેષ અંકનું અનાવરણ રજૂ કરી રહ્યા છે. તે સ્પષ્ટ છે કે પહેલા પૃષ્ઠ પર કન્નડ ભાષામાં એક જાહેરાત છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધી કન્નડ ભાષાના પેપર વાંચતા ન હતા. તેમના હાથમાં અંગ્રેજી પેપર ધ નેશનલ હેરાલ્ડ હતું. આ ફોટો બેંગલોરમાં વિશેષ અંકના લોંચિંગનો છે. આ અંગ્રેજી ભાષાના અંકના પ્રથમ પૃષ્ઠ પર કન્નડ ભાષાની જાહેરાત છે. તેમાંથી લોકો ખોટા દાવા કરી રહ્યા છે.

Title:શું ખરેખર રાહુલ ગાંધી કન્નડ ભાષાનું ન્યુઝ પેપર વાંચી રહ્યા છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
