Fake News: વોટ્સએપ-ફેસબુક પર કોઈ નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. 

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Narendra Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે તપાસની શરૂઆતમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમ કે, સરકાર સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે, તમામ કોલ રેકોર્ડ કરી રહી છે, રાજકીય પોસ્ટ પર પ્રતિબંધ લાગવવમાં આવ્યો છે વગેરે…

જ્યારે ત્રણ વર્ષ પહેલાં આ માહિતી વાયરલ થઈ હતી ત્યારે જ ‘બેંગ્લોર મિરર’ દ્વારા આ માહિતીને ખોટી ઠેરવવમાં આવી હતી.

વર્ષ 2018 માં પણ જ્યારે આ મેસેજ વાયરલ થયો હતો ત્યારે ‘દૈનિક ભાસ્કર’ દ્વારા તે સંદેશ ખોટો હોવાની માહિતી આપવામાં આવી હતી. વધુમાં સોશિયલ મીડિયા પર કોલ રેકોર્ડિંગ અને મોનિટરીંગ આઈટી મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. મંત્રાલયની વેબસાઈટ પર પણ આ પ્રકારનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો હોવય એવી કોઈ જ માહિતી નથી.

આ મેસેજની જાણ જુદા-જુદા રાજ્યો અને પોલીસને પણ કરવામાં આવી હતી. આ મેસેજ લોકડાઉન દરમિયાન વાયરલ થયો હતો. આ વર્ષે કોવિડ-19 નામની મહામારીના સમયમાં પણ આ મેસેજ વાયરલ થતાં આસામ પોલીસ દ્વારા 3 એપ્રિલ, 2020 ના રોજ તે ખોટો હોવાનું એક ટ્વિટ પણ કરવમાં આવ્યું હતું.

Archive

અમારી વધુ તપાસમાં સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય એટલે કે PIB Fact Check દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનું જનતાને જણાવવામાં આવ્યું હતું. તેના દ્વારા આ ટ્વિટ 24 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવી હતી. જેને ફરી રિટ્વિટ કરવામાં આવી હતી.

Archive

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં મેસેજના નીચેના બીજા ભાગમાં આપવામાં આવેલી માહિતીની તપાસ હાથ ધરી હતી. આ માહિતીને પણ સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય એટલે કે PIB Fact Check દ્વારા 7 એપ્રિલ, 2020 ના રોજ ટ્વિટ કરીને ખોટી ઠેરવવમાં આવી હતી. આ માહિતી પણ ઘણા સમયતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Archive

પોસ્ટમાં મૂકવામાં આવેલી ઉપરોક્ત માહિતીની સત્યતા અમે પહેલાં પણ ચકાસી ચૂક્યા છીએ જે તમે અહીં જોઈ શકો છો. gujarati.factcrescendo.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.

Avatar

Title:Fake News: વોટ્સએપ-ફેસબુક પર કોઈ નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી.

Written By: Frany Karia  

Result: False