શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એકર પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેંક ઓફ બરોડાને ત્રણ મહિનામાં 21 હજાર કરોડનું નુકશાન થયુ છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે આટલી મોટી રકમની નુકશાની બેંક ઓફ બરોડાને આવી હોય તો તેની નોંધ દેશના તમામ મિડિયા લીધી જ હોય તેથી અમે સૌપ્રથમ અમે ગૂગલ પર લખતા बैंक ऑफ बड़ौदा को हुआ 21000 करोड़ रुपये का घाटा અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ત્રણ માસમાં બેંક ઓફ બરોડાને 1407 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચુ.

AMARUJALA | ARCHIVE

નવભારત ટાઇમ્સ દ્વારા પ્રસારિત અહેવાલમાં વિગતો આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બેંક ઓફ બરોડા દ્વારા શેર બજારને આપવામાં આવેલી સુચનામાં જણાવવામાં આવ્યુ હતુ કે, ત્રણ મહિનામાં બેંકની આવક વધીને 21809.08 કરોડ સુધી પહોંચી છે.”

NAVBHARAT TIMES | ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે બેંક ઓફ બરોડાના એક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદન ખોટી માહિતી છે. આટલી નુકશાની કોઈ બેંક ન કરી શકે. તેમાં પણ બેંક ઓફ બરોડા તો ન જ કરી શકે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બેંક ઓફ બરોડાને 21000 કરોડનું નુકશાન થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકોને ભ્રામક કરવા આ પ્રકારે અફવા ફેલાવવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False