શું ખરેખર ઈઝરાયલ દ્વારા અલ અક્સા મસ્જીદ ખાલી કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક મસ્જીદમાં ઘૂસીને ગોળીબારી કરતા સૈનિકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા અલ અક્સા મસ્જીદ પર કબજો કરીને તેને કાલી કરાવવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2004 માં થયેલા ઈરાકના યુદ્ધ સમયનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anil Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 17 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઇઝરાયલ મા *અલ અકસા* મસ્જિદ ખાલી કરાવાય. “સેના *હમાસના આત્મસમર્પણ* સુધી આગળ વધતી રહેશે અને યુદ્ધ ચાલુ રાખશે. *જે સ્થળ પર આત્મસમર્પણ થશે. ત્યાં સુધી નો વિસ્તાર ઇઝરાયલ ની નવી સીમા બનશે*..” *બેન્ઝામીન નેતન્યાહુ* મતલબ કે યુદ્ધમાં જીતેલી 1 ઇંચ જમીન પણ પાછી નહીં અપાય. આટલો ફર્ક છે ભારત-ઇઝરાયલ મા. *સાલું પબ્જી/ફ્રી ફાયર જોતા હોય તેવું લાગે,,,,* . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા અલ અક્સા મસ્જીદ પર કબજો કરીને તેને કાલી કરાવવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ એ માહિતી પ્રાપ્ત થઈ નહતી કે, ઈઝરાયલ દ્વારા એલ અક્સા મસ્જીદનો કબજો કરીને તેને ખાલી કરાવવામાં આવી. જો આવું બન્યું હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત.

ત્યાર બાદ અમે વાયરલ થઈ રહેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોના અંત ભાગમાં “Task Force Viper & the 36th Commando Bn” એવું લખેલું જોવા મળી રહ્યું છે.

image1.png

ત્યાર બાદ આ કીવર્ડને ધ્યાનમાં રાખીને ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો વર્ષ 2004 માં થયેલા ઈરાક યુદ્ધ સમયનો છે.

ગુગલ પર ઘણી બધી જગ્યાએ આ વીડિયો અંગેની માહિતી આપવામાં આવી હતી.

વર્ષ 2004 માં અમેરિકન સૈન્ય અને ઈરાકના સૈન્યના જોઈન્ટ ઓપરેશને સમાર્રા શહેરને અલ કાયદાના કબજામાંથી છોડાવ્યું હતું તેનો આ વીડિયો છે.

image2.png

FUNKER530 – Veteran Community & Combat Footage નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા 19 ઓગષ્ટ, 2020 ના રોજ આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.

Archive

ઉપરોક્ત વીડિયોની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2004 માં ઈરાકી સેનાએ ગોલ્ડન મસ્જીદમાં પ્રવેશ કરીને તેને પોતાના કબજામાં કરી હતી. આ ઓપરેશનને Operation Baton Rouge” નામ આપવામાં આવ્યું હતું. ઇરાક અને યુએસના કમાન્ડોએ ગોલ્ડન મસ્જીદમાં દુશ્મનના 26 લડવૈયાઓને પકડી પાડ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને U.S. National Archives ની વેબસાઈટ પર આ ઓપરેશનનો એક ફોટો પણ પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 2 ઓક્ટોમ્બર, 2004 ના રોજ સમર્રા શહેરની ગોલ્ડન મસ્જીદની બહાર ઈરાક અને અમેરીકી સૈનિકો દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી હતી. 

આજ ફોટો અમને Getty Images પર પણ પ્રાપ્ત થયો હતો.

image3.png

Image 1 | Image 2

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2004 માં થયેલા ઈરાકના યુદ્ધ સમયનો છે જેને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલ દ્વારા અલ અક્સા મસ્જીદ ખાલી કરાવવામાં આવી…?

Fact Check By: Vikas Vyas 

Result: False