
Alpesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે, अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 121 લોકોએ લાઈક કરી હતી. 34 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર બાબા રામદેવ દ્વારા જો અયોદ્માં રામ મંદિર નહીં બને તો સોશિયલ મીડિયા આગળ આવીને હું આત્મહત્યા કરી લઈશ એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લઈ राम मंदिर पर बाबा रामदेव कका बयान સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને બાબા રામદેવ દ્વારા 8 ફેબ્રુઆરી, 2019 ના રોજ રામ મંદિર પર આપવામાં આવેલું નિવેદન પ્રાપ્ત થયું હતું. જેમાં બાબા રામદેવ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, રામ મંદિર અયોધ્યામાં નહીં બને તો શું મક્કા-મદીના કે વેટિકન સીટીમાં બનશે? અને એ નિર્વિવાદિત સત્ય છે કે, રામની જન્મભૂમિ અયોધ્યા છે અને રામ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ મુસલમાનોના પણ પૂર્વજ છે. આ સંપૂર્ણ સમાચાર તમે ન્યૂઝ 24 ની યુટ્યુબ ચેનલ પર 9 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં બાબા રામદેવ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનની માહિતી ANI દ્વારા પણ તેમના ટ્વિટર હેન્ડલ પર 8 ફેબ્રુઆરી, 2019 ના રોજ મૂકવામાં આવી હોવાનું પ્રાપ્ત થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ બાબા રામદેવ દ્વારા આ અગાઉ પણ રામ મંદિર પર આપવામાં આવેલા અન્ય નિવેદનો અમે ચેક કર્યા તો અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેનું કોઈ પણ નિવેદન બાબા રામદેવ દ્વારા આ અગાઉ ક્યારેય પણ આપવામાં આવ્યું હોય એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
હવે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને શોધવાની કોશિશ કરી તો અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, એબીપી ન્યૂઝ હિન્દી દ્વારા 10 સપ્ટેમ્બર, 2018 ના રોજ કરવામાં આવેલા એક ટ્વિટના ફોટોને જ એડિટ કરીને ફેસબુક પર મૂકવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોની વધુ જાણકારી માટે અમે અમારા ગ્રાફિક ડિઝાઈનના નિષ્ણાત સાથે અંગે વાત કરતાં તેમણે અમને જણાવ્યું હતું કે, “પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને મૂકવામાં આવ્યો છે.”
નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટેડ ફોટો વચ્ચેની સરખામણી જોઈ શકો છો.

હવે અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોસ્ટમાં મૂકવામાં આવેલો બાબા રામદેવનો ફોટો ક્યારનો છે તે જાણવાની કોશિશ કરતાં અમને ANI દ્વારા 27 જાન્યુઆરી, 2019 ના રોજ બાબા રામદેવ દ્વારા ભારત રત્ન પર આપવામાં આવેલા એક નિવેદનની ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. આજ ફોટો કોપી કરીને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એડિટ કરીને મૂકવામાં આવ્યો છે જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બાબા રામદેવ દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, બાબા રામદેવ દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું અને ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને મૂકવામાં આવ્યો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
