શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Suryaa Anjani‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख पोत दी। अब कुछ अलौकिक लोग पूछेंगे की केंद्र में तो भाजपा सरकार है वो क्या कर रही ?? बंगाल अगला कश्मीर बनने की राह में अग्रसर है । ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 145 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિ દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 251 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંગાળમાં ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝના પૂતળા પર શાહી લગાવવામાં આવી છે. જેનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.06.29-13-05-59.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે શું ખરેખર ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર કાળી શાહી લગાવવામાં આવી એ જાણવા માટે સૌ પ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.29-13-59-07.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

tribuneindia.comnewindianexpress.comtimesofindia.com
ArchiveArchiveArchive

ઉપરના તમામ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું કે, પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના પંચરા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં સ્વતંત્રતા દિવસ 15 ઓગષ્ટના રોજ રાખવામાં આવનારી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા કાળી શાહી લગાવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.tribuneindia.com-2019.06.29-14-35-32.png

ઉપરના તમામ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પર શાહી નાખનાર ટીએમસીના કાર્યકર ન હતા પરંતુ કોઈ અજ્ઞાત વ્યકિતઓ દ્વારા આ કામ કરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

ઉપરના તમામ સંશોધન બાદ અમને ANI દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. તો એમાં પણ ક્યાંય એવું લખેલું ન હતું કે આ કામ ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હોય પરંતુ કોઈ અજ્ઞાત લોકો દ્વારા આ કામ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે અમને અન્ય બે સમાચારના વીડિયો પણ પ્રાપ્ત થયા હતા. તેમાં પણ ક્યાંય એવી માહિતી નથી કે આ કામ ટીએમસીના કાર્યકર્તાઓએ કર્યું હોય. આ બંને વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

અમારી વધુ તપાસમાં અમને 16 ઓગષ્ટ, 2017 ના રોજ NewsX ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સમાચારને ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું કે, સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પર શાહી ફેંકનાર 2 વ્યક્તિઓને પકડી લેવમાં આવ્યા છે. પરંતુ અમને ક્યાંય પણ એવું જાણવા મળ્યું ન હતું આ લોકો ટીએમસીના કાર્યકર્તાઓ હોય કે તેમનો ટીએમસી સાથે કોઈ સંબંધ હોય. કેટલાક અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પર કાળી શાહી ટીએમસીના કાર્યકર્તાઓએ ફેંકી હોવાનું ક્યાંય સાબિત થતું ન હતું.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, અમારી સંપૂર્ણ તપાસમાં સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પર ટીએમસીના કાર્યકર્તાઓએ કાળી શાહી લગાવી હોય એવું ક્યાંય સાબિત થતું નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False