શું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે.? જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Nanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના દીલ ની વાતો દોસ્તોની સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “lockdown dhamaka” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં ફરી જડબેસલાક લોકડાઉનનો અમલ આવતીકાલથી કરવામાં આવી રહ્યો છે.

FACEBOOK | FB POST ARCHIVE

ગુજરાતના સોશિયલ મિડિયામાં છેલ્લામાં બે દિવસથી જૂદા-જૂદા ટીવી ચેનલના સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, વધી રહેલા કોરોના કેસને લઈ સરકાર દ્વારા લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે આ દાવાઓની તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

પોસ્ટમાં ગુજરાતની બે ન્યુઝ ચેનલ એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતી ન્યુઝ ચેનલના સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈન્ડિયન ટુડે નામની વેબસાઈટનો અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતમાં ફરી લોકડાઉન લદાશે એવા ABP ASMITAના નામે ફરતા થયેલા મેસેજ તદ્દન ખોટા છે.

INDIAN TODAY | ARCHIVE

તેમજ અમે ABP ASMITA નો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, તેમના સમાચારની પ્લેટ સાથે છેડછાડ કરી અને ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેમણે તેમની ન્યુઝ ચેનલમાં આ અંગેની સ્પષ્ટતા કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ ટીવીનાઈનના અધિકારીનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ ન્યુઝ પ્લેટ સાથે મે મહિનામાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. હાલમાં આ અંગેના કોઈ સમાચાર પ્રસારિત કરવામાં નથી આવ્યા. 

તેમજ એબીપી અસ્મિતા દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારે ન્યુઝ ચેનલનના નામે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. જે તમે નીચે વાંચી શકે છે. 

એબીપી અસ્મિતા | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ પ્લેટ જુની છે અને અમુક ન્યુઝ પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી લોકડાઉન થવાની વાત તદ્દન ખોટી છે. સરકાર દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી છે. 

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે.? જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…

Fact Check By: Yogesh Karia 

Result: False