
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા પરિપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકારે કોરોના મહામારીને લીધે 6 ડિસેમ્બર, 2021 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજસ્થાન સરકારના નામે પોસ્ટમાં જે પરિપત્ર મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. રાજસ્થાન પોલીસ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
SSA Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 6 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન માં કોરોના ના કારણે તા.06/12/2021 થી તમામ જાતની શૈક્ષણિક સંસ્થા/સ્કૂલો બંધ…. https://bit.ly/3opaLOQ. પોસ્ટમાં મૂકવામાં આવેલા પરિપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકારે કોરોના મહામારીને લીધે 6 ડિસેમ્બર, 2021 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને Rajasthan Police દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 6 ડિસેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાને લીધે તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસ બંધ કરવામાં આવશે. આ માહિતી તદ્દન ખોટી અને ભ્રામક છે. લોકોએ આવી મહિતી પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.”
અમારી વધુ તપાસમાં અમને રાજસ્થાન પોલીસ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ 6 ડિસેમ્બર, 2021 ના રોજ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
અમારી વધુ તપાસમાં અમને દૈનિક ભાસ્કર દ્વારા 6 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ સમાચારમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, વાયરલ થઈ રહેલા પરિપત્રમાં ગૃહ સચિવ તરીકે એલ.એન.મીણાનું નામ અને સહી દર્શાવવામાં આવી છે. જ્યારે હાલમાં રાજસ્થાન સરકારમાં ગૃહ સચિવ તરીકે સુરેશચંદ્ર ગુપ્તા ફરજ નિભાવી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજસ્થાન સરકારના નામે પોસ્ટમાં જે પરિપત્ર મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. રાજસ્થાન પોલીસ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર રાજસ્થાન સરકારે કોરોનાને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
