પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢનો નહીં પરંતુ થાઈલેન્ડના જંગલનો એક મહિના જૂનો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળ વાનરને એક યુવાન દૂધ પીવડાવે છે. જેમાં બંને વાનરો પણ ખૂબ જ શાંતિથી આ દુધ પી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો હાલમાં જૂનાગઢમાં આવેલા વરસાદ બાદનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hardik Parekh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખાણ કરવામાં આવ્યુ હતુ કે, “જૂનાગઢ મા વરસાદ થી બચી ગયેલા બે વાનર, ભુખ થી મજબૂર, અને કોઈ દૂત દૂધ પીવા માટે લાવે છે, ખૂબ જ સંવેદનશીલ દ્રશ્યો છે!!” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો હાલમાં જૂનાગઢમાં આવેલા વરસાદ બાદનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 16 જૂન 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ યુટ્યુબ ચેનલ થાઈલેન્ડના જંગલની છે. તમે આ ચેનલમાં આ બાળ વાનરના અન્ય વીડિયો જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, આ વીડિયો ગુજરાતના જંગલના નહીં પરંતુ થાઈલેન્ડના જંગલનો છે.

તેમજ આ વીડિયોમાં જે દૂધનુ પેકેટ છે તે પેકેટ થાઈલેન્ડમાં વહેચાય છે. બંને વચ્ચેની સરખામણીનો વીડિયો તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢનો નહીં પરંતુ થાઈલેન્ડના જંગલનો એક મહિના જૂનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:થાઈલેન્ડના વાનરના વીડિયોને જૂનાગઢના નામે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False