તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ બટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં એક અમૂલ બટરનું ઓરિજીનલ પેકેટ છે અને એક ચીનમાં બનેલું ડુપ્લિકેટ પેકેટ છે તો લોકોએ આવા નકલી પેકેટથી સાવધાન રહેવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અંગે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વાયરલ વીડિયોમાં દેખાતા અમૂલ બટરના બંને પેકેટ ઓરિજીનલ જ છે અને બંને ભારતમાં જ બનેલા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitesh Thakerનામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નકલી અમુલ બટર. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં એક અમૂલ બટરનું ઓરિજીનલ પેકેટ છે અને એક ચીનમાં બનેલું ડુપ્લિકેટ પેકેટ છે તો લોકોએ આવા નકલી પેકેટથી સાવધાન રહેવું જોઈએ.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને અમૂલ દ્વારા તેના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર આજ વીડિયો અંગે સ્પષ્ટતા કરતી એક પોસ્ટ 15 ફેબ્રુઆરી, 2023 ના રોજ કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર તમામ ડેરી ઉત્પાદનોના પેકેટ પર આગળની બાજુ પર વેજ લોગો એટલે કે શાકાહારી માટેનો લીલા કલરનો લોગો હોવો અનિવાર્ય છે. પરંતુ વાયરલ વીડિયોમાં એક જૂના અને એક નવા પેકેટની તુલના કરવામાં આવી છે. વાસ્તવમાં આ બંને અમૂલ બટરના પેકેટ ઓરિજીનલ જ છે અને બંને ભારતમાં જ બનેલા છે. આ રીતે ખોટી તુલના સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ શ્રીનગરના એક વ્યક્તિને કાનૂની નોટિસ પણ ફટકારવામાં આવી છે.

આજ સ્પષ્ટતા અમૂલના સત્તાવાર ટ્વિટર પર પણ કરવામાં આવી છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમૂલ કંપનીમાં ફોન પર વાત કરતાં ફરજ પરના કર્મચારીએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ વીડિયો અંગે કંપની દ્વારા તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ આ વીડિયોમાં જે બંને પેકેટ બતાવવામાં આવ્યા છે એ બંને અમૂલ બટરના ઓરિજીનલ પેકેટ જ છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અંગે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વાયરલ વીડિયોમાં દેખાતા અમૂલ બટરના બંને પેકેટ ઓરિજીનલ જ છે અને બંને ભારતમાં જ બનેલા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અમૂલ બટરના નકલી પેકેટના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False