ફોટામાં જોવા મળતી બાળકી ડેવિડ મિલર પુત્રી ન હતી, તે મિલરની ચાહક હતી જેનું કેન્સર સામે લડ્યા બાદ તાજેતરમાં મૃત્યુ થયું હતું.

હાલમાં સોશિયલ મિડિયામાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલર અને એક બાળકીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને મેસેજ પણ શેર કરવામાં આવી રહ્યો છે કે, “મિલર પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના. તેના આત્માને શાંતિ મળે.તે દુ:ખની વાત છે કે તે તેની પુત્રીની અંતિમ ક્ષણોમાં તેની સાથે ન રહી શક્યો.” આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉથ આફ્રિકાના પ્લેયર ડેવિડ મિલરની પુત્રીનું કેન્સરની બિમારીથી મોત થયુ.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાઉથ આફ્રિકાના પ્લેયર ડેવિડ મિલરની પુત્રીનું કેન્સરની બિમારીથી મોત થયુ.”

Facebook | Fb post Archive | Fb article archive
અન્ય વેબસાઈટ દ્વારા પણ આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook | Fb Post Archive | Fb Article Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ 8 ઓક્ટોબરના રોજ મિલરે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં બાળકીના ઘણા ફોટા હતા. તેણે સાથે લખ્યું હતુ કે, “RIP you little rockstar. Love you always!”
મિલરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમે સર્ચ કરતા અમને માર્ચ 2017ની છોકરી સાથે તેનો આ ફોટો મળ્યો, આ ફોટામાં, છોકરી ઘણી નાની દેખાતી હતી અને ટાલ પણ હતી. અહીં, ‘ક્રિકેટરે કેટલો ખાસ નાનો આત્મા છે, તેનો 5 વર્ષની ઉંમરે જીવન પ્રત્યેનો તેમનો જુસ્સો મારા માટે એક ઉદાહરણ છે! તમને એની સાથે મળવાનું ગમ્યું. મારા માટે તેને કપ કેક પણ બનાવી!’
તેમજ વધુ પડતાલ કરતા અમને Sports Breezeનું એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. જે રમત-આધારિત એકાઉન્ટ છે. જેણે સ્પષ્ટ કર્યું કે ફોટોગ્રાફમાં જોવા મળતી છોકરી મિલરની પુત્રી નથી. સ્પોર્ટસબ્રિઝની એક પોસ્ટમાં, મિલરે પોતે સ્પષ્ટતા કરી અને ટિપ્પણી કરી “મારી પુત્રી નથી”
તેમજ મિડિયા અહેવાલોમાં પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં નાની બાળકી મિલર્સની પ્રશંસક છે તેની પુત્રી નહીં. પરંતુ અમને એવા કોઈ અહેવાલો મળ્યા નથી જેમાં મિલર્સના વૈવાહિક દરજ્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અથવા તે હકીકત છે કે તેને બાળક છે.


પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતી બાળકી ડેવિડ મિલરની પુત્રી નથી. આ ડેવિડ મિલરની ફેન હતી જેનું કેન્સરની બિમારીથી મોત થયુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: શું ખરેખર આફ્રિકન પ્લેયર ડેવિડ મિલરની દિકરીનું અવસાન થયુ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
