પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ મહિલા બાળક ચોરી કરવા આવી ન હતી. લોકોએ અફવા સમજીને આ મહિલાને મારમાર્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડિયામાં ગુજરાતના જૂદા-જૂદા સ્થળેથી બાળકો ઉઠાવવા વાળી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મિડિયામાં ફેલાઈ રહી છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના જામનગરમાં બનવા પામી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના વાઘેરવાળા વિસ્તારમાં ત્રણ મહિલાઓને બાળક ચોર સમજીને મારમારવામાં આવ્યો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
દેશ દેવી ન્યૂઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરના વાઘેરવાળા વિસ્તારમાં ત્રણ મહિલાઓને બાળક ચોર સમજીને મારમારવામાં આવ્યો હતો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ગુજરાતી જાગરણનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જામનગરમાં બાળક ચોરની અફવા ફેલાતા લોકોના ટોળાએ ત્રણ મહિલાને મારમાર્યો હતો.”

વીટીવી ગુજરાતી દ્વારા પણ તેમની વેબસાઈટ પર આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “જામનગરમાં બાળક ચોર ગેંગના નામ પર જીવલેણ અફવા ફેલાઈ હતી.”
તેમજ દિવ્યભાસ્કરની જામનગર એડિશન જામનગરભાસ્કરમાં પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને તેમા જામનગરના સિટિ એ ડિવિઝનના પીઆઈનું નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. “લોકોએ જે મહિલાને બાળક ચોર સમજી મારમાર્યો છે તે મહિલા પાસેથી પરચૂરણ મળ્યુ છે. પ્રાથમિક પુછપરછમાં ભિક્ષાવૃતિ માટે આવી હોવાનું લાગી રહ્યુ છે. તેમજ એક મહિલા જામનગરની જેલમાં તેના પતિને મળવા આવી હોવું જણાવી રહી છે.હજુ પણ તેનુ ઇન્સ્ટ્રોગ્રેશન ચાલી રહ્યુ છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મહિલાઓ બાળક ચોર હોવાની વાત તદ્દન ખોટી છે. પોલીસ દ્વારા સમય પર ઘટના સ્થળે પહોંચી આ મહિલાઓને લોકોના ટોળા માંથી છોડાવવામાં આવી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ મહિલા બાળક ચોરી કરવા આવી ન હતી. લોકોએ અફવા સમજીને આ મહિલાને મારમાર્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: જામનગરમાં બાળક ચોરની અફવાના નામે મહિલાઓને મારમારવામાં આવ્યો…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
