આવકવેરા વિભાગે જૂલાઈ મહિનામાં દૈનિક ભાસ્કર ગ્રુપની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરચોરીના કેસ અંગે હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીના જવાબમાં ભાસ્કર જૂથે 'હું આઝાદ છું કારણ કે હું ભાસ્કર છું' નામનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું.

આ વચ્ચે, દૈનિક ભાસ્કરના નામે એક કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દૈનિક ભાસ્કર દ્વારા સાવરકરનું મજાક ઉડાવતુ ટ્વિટ કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ ફર્જી છે. ભાસ્કર ગ્રુપના નામે ફેક ટ્વિટ એકાઉન્ટ બનાવી ટ્વિટ શેર કરવામાં આવી રહ્યુ હતુ. જે એકાઉન્ટ હાલમાં અસ્તિત્વમાં નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjay Thakor Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દૈનિક ભાસ્કર દ્વારા સાવરકરનું મજાક ઉડાવતુ ટ્વિટ કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, ખરેખર દૈનિક ભાસ્કરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ માંથી ટ્વિટ કરવામાં આવ્યુ છે કે નહીં.

દૈનિક ભાસ્કરનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ @DainikBhaskar છે. પરંતુ, વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટમાં ટ્વિટર હેન્ડલ “DainkBhaskar1” છે. આ બંને અલગ-અલગ એકાઉન્ટ છે.

Twitter

મહત્વની વાત એ છે કે DainkBhaskar1 એકાઉન્ટ હવે અસ્તિત્વમાં નથી. જે દૈનિક ભાસ્કરના નામે બનાવેલ બનાવટી એકાઉન્ટ હતુ.

બનાવટી ટ્વિટર એકાઉન્ટ

ભાસ્કર જૂથે આવકવેરા વિભાગના દરોડા બાદ 'સ્વતંત્ર ભાસ્કર' અભિયાન શરૂ કર્યું હતું. જે માહિતી ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી શેર કરવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ટ્વિટ ફર્જી છે. ભાસ્કર ગ્રુપના નામે ફેક ટ્વિટ એકાઉન્ટ બનાવી ટ્વિટ શેર કરવામાં આવી રહ્યુ હતુ. જે એકાઉન્ટ હાલમાં અસ્તિત્વમાં નથી.

Avatar

Title:‘દૈનિક ભાસ્કરે’ સાવરકરની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું નથી...

Fact Check By: Yogesh Karia

Result: False