આ વીડિયો જુનો છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. તેમજ આ બબાલમાં કોઈ કોમી વિવાદ નથી. ડોલીના બે ગ્રુપ વચ્ચે માથાકુટ થઈ હતી.

જૈન સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન પાલિતાણાનો એક વિડીયો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાઇરલ થયો છે જેમાં ગીરીરાજની પરિક્રમાં કરતાં જૈનોને કેટલાક અસાજીક તત્વો બળજબરી પૂર્વક આદીનાથના દર્શન કરતા પહેલા મજાર પર માથુ નમાવવા માટે મજબુર કરી રહ્યા છે અને એક યાત્રીકને માર પણ મારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શેત્રુંજ્ય ડુંગર પર આદિનાથ ભગવાન પહેલા મુસ્લિમો દ્વારા યાત્રાળુઓને મજાર પર ફરજીયાત માથુ નમાવવામાં આવે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Sagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શેત્રુંજ્ય ડુંગર પર આદિનાથ ભગવાન પહેલા મુસ્લિમો દ્વારા યાત્રાળુઓને મજાર પર ફરજીયાત માથુ નમાવવામાં આવે છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ભાવનગર ડીસીપી રવિન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “એક જ કોમના ડોલીવાળાના બે જુથ વચ્ચે જે સમયે ઝઘડો થયો તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી કેટલા શખ્સોએ ફરી વાઇરલ કર્યો છે. જે શખ્સોએ વધુ એક વખત વિડીયો વાઇરલ કર્યો છે તેમની સામે કાર્યવાહીની સુચના આપવામાં આવી છે. સાઇબર ક્રાઇમને પણ વિડીયો વાઇરલ કરનાર શખ્સને શોધવા માટેની સુચના આપવામાં આવી છે.

DivyaBhaskar | Archive

તેમજ ભાવનગરના લોકલ સમાચાર પત્ર ભાવનગર ભાસ્કરને પાલિતાણાના ટાઉન પીઆઈ પી.બી.જાદવ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “વીડિયો પાંચ છ વર્ષ જુનો છે. ડોલીવાળા બે જુથ વચ્ચે ઝઘડો થયો હતો અને જે તે સમયે આ વિડીયોની તપાસ કરી બન્ને પક્ષના શખ્સોના જવાબ લેવાયા હતા. આ વીડિયોમાં બે કોમ વચ્ચેનો કોઇ ઝઘડો નથી એટલે જે શખ્સોએ વધુ એક વખત જુનો વીડિયો વાઇરલ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કાર્યવાહી થશે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, આવા વીડિયોથી કોઇએ ગેરમાર્ગે દોરાવું નહી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો જુનો છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. તેમજ આ બબાલમાં કોઈ કોમી વિવાદ નથી. ડોલીના બે ગ્રુપ વચ્ચે માથાકુટ થઈ હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શેત્રુજ્ય પર્વતના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False