શું ખરેખર ડેન્ગ્યુના તાવની દવા શ્રીલંકાના ડોક્ટરો દ્વારા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International તબીબી I Medical

Jaydeepkumar Brahmbhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકાની એક તબીબી યુનિવર્સિટીએ ડેન્ગ્યુ તાવની સૌથી સસ્તી અને સરળ સારવાર શોધી કાઢી છે. તેમના મતે, એક ગ્લાસ શુદ્ધ શેરડીના રસમાં એક ચમચી બીટનુ જયુસ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીને, તે દિવસમાં બે વાર અને સતત ત્રણ દિવસ પિવડાવે સાથીઓને વિનંતી છે કે આ સંદેશ દર્દીઓ અને જનતા પહોંચાડો …” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 37 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 9 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શ્રીલંકાની એક મેડિકલ યુનિવર્સિટી દ્વારા ડેન્ગ્યુના તાવની દવા શોધી લેવામાં આવી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “sri lankan university find treatment of dengue fever” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ભારતના ડોક્ટરનો સંપર્ક કરી તેમને પોસ્ટમાં જણાવેલા ઉપ્ચાર અંગે પૂછવાનું નક્કી કર્યુ હતુ. આથી અમે એમડી ડો.કૃણાલ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ડેન્ગ્યુએ વાયરસથી ફેલાતો રોગ છે. આજ દિન સુધી બેકટેરિયાને નાબુદ કરવાની દવા શોધવામાં આવી છે. પરંતુ વાયરસને નાબુદ કરવાની દવા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. ડેન્ગ્યુ તાવમાં પ્રવાહીનું પ્રમાણ વધારે રાખવાથી અને આરામ કરવાથી આ રોગની બિમારીથી મુક્તિ મેળવી શકાય છે.”

ત્યારબાદ અમે આયુર્વેદ ડોક્ટરનો પણ સંપર્ક સાધ્યો હતો અને તેને આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આયુર્વેદમાં પપૈયાના પાન અને તેના રસ સિવાય ડેન્ગ્યુનો કોઈ બીજો ઉપ્ચાક હજુ સુધી શોધાયો નથી. ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ જે ઘટી જાય છે. તેને વધવામાં પપૈયાના પાન જ સૌથી વધૂ ઉપયોગી થાય છે. અન્ય ઉપ્ચારની શોધ ચાલુ છે.”

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને શ્રીલંકાની અમારી ફેક્ટ ક્રેસન્ડો ટીમ દ્વારા શ્રીલંકાની નેશનલ ડેન્ગ્યુ કંટ્રોલ યુનિટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમારી ટીમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે અત્યાર સુધી કોઈ વેકસિન કે દવા શોધવામાં આવી નથી. જૂદી-જૂદી ડોક્ટોરોની ટીમ દ્વારા આ અંગે સંશોધન ચાલુ છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ પ્રકારે કોઈ સંશોધન શ્રીલંકાની કોઈ મેડિકલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યુ નથી. શ્રીલંકાના નેશનલ ડેન્ગ્યુ કંટ્રોલ યુનિટ દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે કોઈ સંશોધન શ્રીલંકાની કોઈ મેડિકલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યુ નથી. શ્રીલંકાના નેશનલ ડેન્ગ્યુ કંટ્રોલ યુનિટ દ્વારા પણ આ વાતને નકારી કાઢવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ડેન્ગ્યુના તાવની દવા શ્રીલંકાના ડોક્ટરો દ્વારા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False