ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શહીદ ના શવ પાસે બેસીને રડતા ભાજપાના નેતા અને યોગી આદિત્યનાથ...” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 791 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 458 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શહિદ જવાનના મૃતદેહ પાસે બેસીને યોગી આદિત્યનાથ રડી રહ્યા છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ABP NEWSનો તારીખ 21 ઓક્ટોબર 2018નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો અંગેની માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ડી.તિવારીના અંતિમ દર્શન વખતે આ ઘટના બની હતી.” આ વિડિયો પછી બંને ખૂબ જ ટ્રોલ થયા હતા.

ARCHIVE

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

TIMES OF INDIA | ARCHIVE

NEWS18, DECCANHERALD, દ્વારા પણ આ અંગેના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યોગી આદિત્યનાથ કોઈ શહિદના મૃતદેહ પાસે નથી હસી રહ્યા પરંતુ વર્ષ 2018માં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ડી.તિવારીના અંતિમ દર્શન દરમિયાનનો આ વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર શહિદના પાર્થિવ દેહ પાસે યોગી આદિત્યનાથ હસી રહ્યા છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogehs Karia

Result: False