શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ મુસ્લિમ સ્કોલર છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઈન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે એક માણસને હિંદુ અને મુસ્લિમ ગ્રંથો વિશે બોલતા સાંભળી શકો છો. તેઓ કહે છે કે હિંદુઓ કાયર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ મુસ્લિમ વિદ્વાન છે અને તે હિન્દુઓને કાયર કહી રહ્યો છે.

વાયરલ વિડિયોમાં આ વ્યક્તિ પૂછી રહ્યો છે કે શું સનાતન ધર્મના ગ્રંથોએ હિન્દુઓને મુસ્લિમોથી ભાગવાનું શીખવ્યું છે. મુસ્લિમો હિંદુ છોકરીઓને મારે છે, લવ જેહાદ કરે છે અને હિંદુઓ કંઈ બોલે છે, શું સનાતન ધર્મે આ જ શીખવ્યું છે?

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ મુસ્લિમ સ્કોલર નહિં પરંતુ આ હિંદુ ધર્મના ગુરૂ આચાર્ય પ્રશાંત શર્મા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dipal Dalwadi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વ્યક્તિ મુસ્લિમ વિદ્વાન છે અને તે હિન્દુઓને કાયર કહી રહ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું અને અમને ઓરિજનલ વિડિયો શોધવાનો પ્રયાસ કર્યો. અમને દર્શનિક વિચાર નામની ચેનલ પર લાંબો વિડિયો પ્રાપ્ત થયો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિડિયોમાં ઉદયપુરના કન્હૈયા લાલની હત્યાના સંદર્ભમાં વાત કરવામાં આવી રહ્યી છે.

તેમનું નામ આચાર્ય પ્રશાંત જણાવવામાં આવ્યું છે. આ વિડિયોમાં તમે 1.47 મિનિટથી વધુ સમય સુધી વાયરલ થતા ભાગને જોઈ શકો છો.

આ પછી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે આચાર્ય પ્રશાંત કોણ છે. ફેસબુક પર કીવર્ડ સર્ચ કરવા પર અમને આચાર્ય પ્રશાંત શર્મા નામનું પેજ મળ્યું. તેના પર પણ અમને 30 જૂને શેર કરવામાં આવેલ આ વીડિયો જોવા મળ્યો. તમે નીચે જોઈ શકો છો.

Archive

અમને તે પેજ પર 7મી જુલાઈના રોજ પ્રકાશિત એક પોસ્ટ મળી. તેમાં, વાયરલ થઈ રહેલા વિડિયોને લઈને કરવામાં આવેલા દાવા અંગે ખુલાસો આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વિડિયો ખોટી રીતે વાયરલ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તે હિન્દુ છે, મુસ્લિમ નથી.

Facebook | Archive

ત્યારબાદ અમે આચાર્ય પ્રશાંત શર્માનું ફેસબુક પેજ ચેક કર્યું. અમને જાણવા મળ્યું કે તેની ઘણી તસવીરો અને તેના વિડિયો તેમના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી અમે તેમનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોયું, તેમના બાયોમાં લખ્યું હતું કે તે ફિલોસોફિકલ અને સનાતની છે.

આના પરથી કહી શકાય કે વિડિયોમાં દેખાતો વ્યક્તિ આચાર્ય પ્રશાંત શર્મા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ મુસ્લિમ સ્કોલર નહિં પરંતુ આ હિંદુ ધર્મના ગુરૂ આચાર્ય પ્રશાંત શર્મા છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ મુસ્લિમ સ્કોલર છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False