થાઇલેન્ડમાં વર્ષ 2019 પૂર પીડિતો માટે વિતરણ માટે એકત્રિત કરવામાં આવેલી દારૂની બોટલોને બિહારની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી….

Satire આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં દારૂ, કોલ્ડ્રિંકસ,પાણી સહિતની બોટલો ભરેલી થેલીઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ પર કટાક્ષ કરી અને આ થેલીઓ બિહાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે..

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2019નો થાઈલેન્ડનો છે જ્યાં પૂર પિડિતોને આ સપ્લાય કરવામાં એકઠુ કરવામાં આવ્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gohil Baldev નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દારૂ અને કોલ્ડ્રિંકસ ભરેલી આ થેલીઓનો ઉપયોગ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવી રહ્યો છે.” 

Facebook | Fb Post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો 2019માં થાઇની ઘણી વેબસાઇટ્સ પર પ્રકાશિત થયો હોવાનું જાણવા મળ્યુ હતું. આ વેબસાઇટ અનુસાર, જ્હોની નામના વ્યક્તિએ વર્ષ 2019માં થાઇલેન્ડના ઉબન રત્ચાથની પ્રાંતમાં પૂરથી અસરગ્રસ્ત લોકો માટે દારૂ કીટની વ્યવસ્થા કરી હતી. આ લેખ અનુસાર, “કોઈ આલ્કોહોલિક મગજને સમજાવી શકતું નથી.પૂર દરમિયાન, તેઓએ દારૂ પીધા વિના જીવવું પડે. જોનીએ તેનું દિમાગ સમજી લીધું હતું અને બધા દારૂ પીનારાઓને જીવન ટકાવી રાખવાની કીટ આપી હતી.” લોકોને જોહ્નની દારૂની બોટલો અને અન્ય રાહત સામગ્રી સોંપી દેવાના ફોટા પણ લેખોમાં જોઇ શકાય છે.

Archive Link | Archive Link | Archive Link | Archive Link

ત્યારબાદ અમે ફેસબુક પર જ્હોનીની પ્રોફાઇલ શોધી હતી, અમને આ ફોટો તેમની પ્રોફાઇલ પર 22 સપ્ટેમ્બર 2019ના રોજ મળી. તેમણે થાઇલેન્ડમાં ઉબન રત્ચાથની પ્રાંત તરીકેની પોસ્ટનું સ્થાન વર્ણવ્યું હતુ. આ દારૂ કીટ એક વ્યક્તિને સોંપતા તેણે રસ્તા પરની તેમની બીજી ફોટો પણ પોસ્ટ કરી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive | Archive

ગુગલ પર થાઇ ભાષાના કીવર્ડ્સ શોધવા પર, અમને 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રકાશિત એક લેખ મળ્યો, જેમાં જોની સ્વયંસેવકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ તેમના ખેતરમાંથી પૂર પીડિતો માટે રાહત સામગ્રી લાવવામાં મદદ કરે. 25 સપ્ટેમ્બર, 2014 ના રોજ અપલોડ કરાયેલા યુટ્યુબ વીડિયોમાં, જોનીએ દારૂ અને અન્ય પૂર રાહત સામગ્રી વહેંચવાની તસવીરો શેર કરી હતી.

Archive

ફોટામાં જોવા મળતી વાઇનનું નામ હોંગ થંગ છે, જે એક થાઇ વાઇન છે જે બેંગકોક નજીક બાંગિયાખાન ડિસ્ટિલેરીમાં તૈયાર કરવામાં આવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો વર્ષ 2019નો થાઈલેન્ડનો છે જ્યાં પૂર પિડિતોને આ સપ્લાય કરવામાં એકઠુ કરવામાં આવ્યુ હતુ.

Avatar

Title:થાઇલેન્ડમાં વર્ષ 2019 પૂર પીડિતો માટે વિતરણ માટે એકત્રિત કરવામાં આવેલી દારૂની બોટલોને બિહારની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી….

Fact Check By: Yogesh Karia 

Result: Satire