શું ખરેખર આ ઉપચારથી થાઈરોડ જડમૂળ માંથી મટી જશે..?જાણો શું છે સત્ય..

False સામાજિક I Social

Gujjuzનામના ફેસબુક યુઝર દ્વારા તા 18 ફેબ્રુઆરી 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. થાઈરોડને જળમૂળમાંથી ભગાડશે, તમારા ઘરમાં પડેલી આ બે વસ્તુની દવાશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતું. તેમજ 255 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, થાઈરોડને જડમૂળમાંથી બે વસ્તુઓથી મટાળી શકાશે.  

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવમાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.  જો આ પ્રકારનો ઈલાજ શોધવામાં આવ્યો હોય અથવા આ ઈલાજનો કોઈ વ્યક્તિને ફાયદો થયો હોય તો ગૂગલ પર તેની માહિતી હોવી જ જોઈએ તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર “મધ અને અખરોટથી થાઈરોડમાં મટી શકે”લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉપચાર કરવામાં આવ્યો હોય અથવા શોધવામાં આવ્યો હોય તેના કોઈ પુરવા મળ્યા ન હતા. તપાસને આગળ વધારતા અમે  યુટ્યુબ પર આ અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

YOU TUBE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા નુસખા મુજબનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ આ નુસખો કોઈએ અપનાવ્યો હોય તેવુ અમને ક્યાંય જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી તપાસ આગળ વધારી અને આયુર્વેદ નિષ્ણાંત ગિરિશ કટેરિયા સાથે આ અંગે આ વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે ઉપચાર કરવાથી જરૂર થાઈરોડમાં ફેર પડતો હશે પરંતુ જડમૂળ માંથી નિકળી જાય તે વાત અશક્ય છે. આ પ્રકારનો કોઈ ઉપચાર આયુર્વેદ શાસ્ત્રમાં પણ લખાયો નથી.

GIRISH KATERIYA.png

ઉપરાંત અમે આ અંગે એલોપેથીના ડોકટરનું મંતવ્ય લેવાનો નિર્ણય કર્યો હતો અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર કૃણાલ સોલંકી સાથે આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “એલોપેથીમાં પણ આ પ્રકારના ઉપચારનો ક્યાંય ઉલ્લેખ નથી. થાયરોઈડ પ્રમાણે તેના પીડિત દ્વારા જૂદા-જૂદા પાવરની દવા લેવી ફરજિયાત છે.”

KRUNAL SOLANKI.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દાવા પ્રમાણેનો કોઈ ઉપચાર અમને જાણવા મળ્યો ન હતો. તેમજ તેનાથી કોઈ વ્યક્તિનો ફાયદો થયો હોય તે પણ જાણવા મળ્યુ ન હતુ.

Avatar

Title:શું ખરેખર આ ઉપચારથી થાઈરોડ જડમૂળ માંથી મટી જશે..?જાણો શું છે સત્ય..

Fact Check By: Frany Karia 

Result: False