આ બોર્ડિંગ પાસને એડિટ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ બ્લોગરનો 5 વર્ષ જૂનો બોર્ડિંગ પાસ છે જેને એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો...

હાલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બદનામ કરવાના ઈરાદાથી બોર્ડિંગ પાસની એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં તેમના નામે કથિત રીતે જારી કરાયેલ ફ્લાઈટનો 5 જૂનનો બોર્ડિંગ પાસ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામના બીજા દિવસની વિદેશની ટિકિટ બુક કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામના બીજા દિવસની વિદેશની ટિકિટ બુક કરવામાં આવી.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ખબર પડી કે ઓનલાઈન બોર્ડિંગ પાસ 24 થી 48 કલાક પહેલા આપવામાં આવે છે. તમને એરપોર્ટ કાઉન્ટર પર ચેક-ઈન કર્યા પછી જ વાયરલ તસવીર જેવી હાર્ડ કોપી મળે છે.

ત્યારબાદ અમે વાયરલ બોર્ડિંગ પાસની ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 9 ઓગસ્ટ 2019ના ‘લાઈવ ફ્રોમ અ લાઉન્જ’ પર એક બ્લોગ પ્રાપ્ત થયો હતો. જે બ્લોગમાં અમને ઓરિજનલ તસ્વીર પ્રાપ્ત થઈ હતી. પરંતુ અહીં જોવા મળેલા બોર્ડિંગ પાસમાં પેસેન્જરનું નામ, ડેસ્ટિનેશન અને તારીખ અલગ હતા. આ બોર્ડિંગ પાસમાં આ વેબસાઇટના સ્થાપક અને સંપાદક અજય અવતાનીનું નામ હતું અને તેની તારીખ 6 ઓગસ્ટ, 2019 હતી. આ પાસ દિલ્હીથી સિંગાપોરની ફ્લાઈટ માટે હતો.

Archive

તેમજ વાયરલ બોર્ડિગ પાસ અને ઓરિજનલ બોર્ડિગ પાસ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ થાય છે કે, વાયરલ બોર્ડિદ પાસ એડિટ કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ બોર્ડિંગ પાસ એડિટ કરવામાં આવ્યો છે. એક ટ્રાવેલ બ્લોગરનો 5 વર્ષ જૂનો બોર્ડિંગ પાસ એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નામે વાયરલ થઈ રહી ટિકિટનું જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Altered